Green Chutney Recipe: કોથમીર અને લીલા મરચાની ચટણી (ગ્રીન ચટણી)

મરચા અને કોથમરીની સિઝન આવી ગઈ છે. વાતાવરણમાં થોડી ઠંડક પણ આવવા લાગી છે. ત્યારે કોથરમી અને લીલા મરચાની ચટણી ખાવાની મજા જ અલગ છે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Tue, 28 Oct 2025 06:14 PM (IST)Updated: Tue, 28 Oct 2025 06:14 PM (IST)
winter-special-chutney-coriander-and-green-chilli-chutney-recipe-in-gujarati

oriander and green chilli chutney: મરચા અને કોથમરીની સિઝન આવી ગઈ છે. વાતાવરણમાં થોડી ઠંડક પણ આવવા લાગી છે. ત્યારે કોથરમી અને લીલા મરચાની ચટણી ખાવાની મજા જ અલગ છે. સાંજે રોટલી, કોથમરી-લીલા મરચાની ચટણી અને દૂધ ખાવાનો સ્વાદ અલગ આવે છે. તો ગુજરાતી જાગરણ તમને અહીં કોથમરી અને લીલા મરચાની ચટણી બનાવવાની ચટણીની રેસિપી જણાવશે. આ ચટણી ખૂબ જ સરળ અને ઝડપી બને છે. તે રોટલી, સેન્ડવીચ, ચાટ, ઢોકળા કે સમોસા સાથે પીરસી શકાય છે.

સામગ્રી:

  • 1 કપ તાજી કોથમીર (ધાણાના પાન, ધોઈને સાફ કરેલા)
  • 5 લીલા મરચા (તીખા પ્રમાણે, ડંટળ કાઢીને)
  • 1 નાની ડુંગળી (વૈકલ્પિક, કાપેલી)
  • 1 ઇંચ આદુનો ટુકડો (વૈકલ્પિક)
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લીંબુનો રસ (અથવા 1 નાનું લીંબુ)
  • મીઠું સ્વાદાનુસાર
  • 2-3 ચમચી પાણી (ગ્રાઇન્ડ કરવા માટે, જરૂર પ્રમાણે)

કોથમરી-મરચાની ચટણી બનાવવાની રીત

તૈયારી: કોથમીરને સારી રીતે ધોઈ લો અને પાણી કાઢી લો. લીલા મરચાને ધોઈને સમારી બી કાઢી લો. જો ડુંગળી, લસણ કે આદુ વાપરો છો તો તેને કાપી લો.

મિક્સરમાં ગ્રાઇન્ડ કરો: મિક્સર જારમાં કોથમીર, લીલા મરચા, ડુંગળી (જો વાપરો), લસણ, આદુ, જીરું અને મીઠું નાખો. થોડું પાણી (2-3 ચમચી) ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવો. જરૂર પડે તો વધુ પાણી ઉમેરો, પણ ચટણી ખૂબ પાતળી ન બને.

ગ્રાઇન્ડ કર્યા પછી લીંબુનો રસ ઉમેરો અને ફરી એકવાર મિક્સ કરો. તીખાશ, ખાટાશ અને મીઠું ચેક કરીને જરૂર મુજબ વસ્તુ ઉમેરો.

સર્વ કરો: તરત જ પીરસો અથવા ફ્રિજમાં 2-3 દિવસ સુધી સ્ટોર કરો. ઠંડી થઈને વધુ સ્વાદિષ્ટ લાગે છે!