Lili Haldar Nu Shaak Recipe: શિયાળાની અવનવી વાનગીઓની વાત કરતા હોઈએ અને લીલી હળદરનું શાક ભૂલાય જાય તેવું ના ચાલે. આજે લીલી હળદરનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
લીલી હળદરનું શાક બનાવવા કઈ સામગ્રી જોઈએ?
- 250 ગ્રામ લીલી હળદરના ટુકડા
- 2 મધ્યમ કદની ડુંગળી
- 2 મધ્યમ કદના ટામેટાં
- 1 લીલું મરચું
- 2 ચમચી તેલ
- 1 ટીસ્પૂન જીરું
- 1 ચમચી હળદર
- 1 ચમચી ધાણા પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી લીલા ધાણા
આ પણ વાંચો
લીલી હળદરનું શાક કેવી રીતે બનાવવું?
- 1). હળદરના ટુકડાને ધોઈને કાપી લો. તમે બારીક સમારી શકો અથવા ખણણી પણ શકો છો.
- 2). ડુંગળી, ટામેટા અને લીલા મરચાને ઝીણા સમારી લો.
- 3). કઢાઈમાં તેલ ગરમ કરો, જીરું ઉમેરો.
- 4). પછી તેમા ડુંગળી અને લીલા મરચા ઉમેરો, થોડીવાર સાતળો.
- 5). હવે ટામેટાં ઉમેરો અને સાતળો.
- 6). હળદરના ટુકડા ઉમેરો.
- 7). હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો.
- 8). પાણી ઉમેરો, પછી 10-15 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો.
- 9). કોથમીર ઉમેરો, તૈયાર છે લીલી હળદરનું શાક, ગરમાગરમ સર્વ કરો.
