Manchurian Recipe: શિયાળાની ઠંડીમાં તીખું અને તમતમતું મંચુરિયન હોય તો જમાવટ પડી જાય. મંચુરિયન બનાવવાની રેસિપી આજે આપણે અહીં જાણીશું. આ મંચુરિયનમાં તમે તમારી પસંદગીના શાકભાજીને પણ લઈ શકો છો.
મંચુરિયનની સામગ્રી:
- બારીક સમારેલી કોબી - 1 નંગ
- બારીક સમારેલું ગાજર - 1/2 કપ
- બારીક સમારેલા મરચા - 2-3
- કોર્નફ્લોર - 1/2 કપ
- મેંદો - 1/4 કપ
- લસણ- 1/4 કપ
- ડુંગળી-1/4 કપ
- નમક - સ્વાદ મુજબ
- લાલ મરચું પાઉડર 1/2 ચમચી
- આજીનો મોટો - 1/2 ચમચી
- ચાઈનીઝ મસાલો (મંચુરિયનનો મસાલો) - 1/2 ચમચી
- ગરમ મસાલો - 1/4 ચમચી
- ટામેટા સોસ- 2 ચમચી
- ગ્રીન ચીલી સોસ - 1 ચમચી
- સોયા સોસ - 1 ચમચી
- કોથમીર - થોડી
- બટર - 1 ચમચી
- તેલ - તળવા માટે
મંચુરિયન બનાવવાની રીત:
શાકભાજી તૈયાર કરી લો:
કોબી, ગાજર, કેપ્સિકમ અને બીજા શાકભાજી બારિક સમારી તૈયાર કરી લો.
મિશ્રણ તૈયાર કરો:
મોટા બાઉલમાં કોર્નફ્લોર, મેંદો, નમક, તીખા, આજીનો મોટો, ચાઈનીઝ મસાલો, ગરમ મસાલો, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને કોથમીર ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.
મંચુરિયન બોલ્સ બનાવો:
આ મિશ્રણમાંથી ગોળ-ગોળ બોલ્સમાં બનાવો. જો પેસ્ટ ઘટ્ટ ન હોય તો તેમાં વધારે મેંદો અથવા કોર્નફ્લોર ઉમેરો.
બોલ તળી લો:
કડાઈમાં તેલ ગરમ કરો અને મંચુરિયન બોલ્સને મધ્યમ આંચ પર તળી લો જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન ન થાય.
મંચુરિયન બનાવો
કડાઈમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં હળદર, કોબી, કેપ્સિકમ, લસણ અને ડુંગળી ઉમેરો. પછી આજીનો મોટો, નમક, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરી સારી રીતે મિક્સ કરો. જરૂર જણાય તો પાણી ઉમેરો. થોડીવાર પાકવા દો. તૈયાર છે તમારું મંચુરિયન.
