Tomato Halwa Recipe: આપણામાંથી મોટાભાગના લોકોએ દૂધી અને ગાજરનો હલવો તો ઘણી વખત ખાધો જ હશે, પરંતુ દર વખતે એક જ જેવો સ્વાદ ચાખીને જો તમે કંટાળી ગયા હોવ અને કંઈક નવું ટ્રાય કરવું જ જોઈએ. આ માટે તમે ટામેટાથી બનેલો હલવો ખાઈ શકો છો.
ટામેટાનો હલવો સાંભળવામાં ભલે તમને અજીબ લાગતો હોય, પરંતુ તેનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે, એકવાર તેને ખાનાર બીજી વખત માંગ્યા વિના નહીં રહે.
ટામેટાથી ટેસ્ટી હલવો પણ બની શકે
મોટાભાગે ખટ્ટમીઠા ટામેટાનો ઉપયોગ શાક, સલાડ કે ચટણી બનાવવામાં જ થતો હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેનાથી ટેસ્ટી મીઠાઈ પણ બની શકે છે. ટામેટાનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષક તત્વોથી ભરપુર હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ નીવડે છે.
નાના બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈને આ સ્વીટ ડીશ ખૂબ જ ભાવશે તે નક્કી છે. જો તમે કંઈક નવો એક્સ્પ્રિમેન્ટ કરવા માંગતા હોવ, તો ટામેટાનો હલવે પરફેક્ટ ઑપ્શન છે. તો ચાલો તેને બનાવવાની એકદમ સરળ રેસિપી સ્ટેટ બાય સ્ટેટ સમજીએ…
ટામેટાનો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી (Tomato Halwa Recipe)
- ટામેટાઃ 10 થી 12
- ખાંડઃ 2 કપ
- ઘીઃ અડધો કપ
- કાજુઃ 20 જેટલા
- કિશમિશઃ બે ચમચી
- લીલી ઈલાયચીઃ 6 નંગ
- લવિંગઃ 4 નંગ
- તુલસીના પત્તાઃ 1/4 કપ
- ગુલાબની પાંખડીઃ 1/4 કપ
ટામેટાનો હલવો બનાવવાની રીત (Easy Halwa Recipe)
- સૌ પ્રથમ ટામેટાને સારી રીતે ધોઈ નાંખો. જે બાદ તેના ઉપરના ડીંટા કાઢ્યા બાદ નીચેથી ક્રોસ કટ લગાવો. હવે છાલ વિનાના ટામેટાને ઉકળતા પાણીમાં 2-3 મિનિટ સુધી રાખી મૂકો. જેથી તેની છાલ ઢીલી પડી જાય. જે બાદ ટામેટાના બહાર કાઢીને સમારો અને તેના બીજ અલગ કરી દો.
- હવે લીલી ઈલાયચીને એક ચમચી ખાંડ સાથે વાટીને બારીક પાવડર બનાવી દો. કડાઈમાં 2 ચમચી ઘી નાંખીને કાજુ અને કિશમિશને તે સામાન્ય પીળા પડે, ત્યાં સુધી શેકીને બહાર કાઢી દો. જે બાદ તુલસીના પાન અને ગુલાબની પાંદડીઓને પણ ધોઈને ઝીણી સમારો.
- એક વાસણમાં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરીને ચાસણી તૈયાર કરો. બીજી એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં લવિંગ નાંખ્યા બાદ પછી ટામેટાનો તૈયાર કરેલો ક્રશ નાંખીને ધીમી આંચ પર રાખી મૂકો. જ્યારે ટામેટાનું પાણી સૂકાઈ જાય અને મિશ્રણ ગાઢ થવા લાગે તેની રાહ જુઓ.
- જે બાદ ગેસની આંચને સામાન વધાર્યા બાદ તૈયાર ચાસણીને ધીમે-ધીમે ટામેટાના મિશ્રણમાં મિક્સ કરીને સતત હલાવતા રહો. જ્યારે સુગંધ આવવા લાગે, તો સમજો હલવો તૈયાર થઈ ગયો છે.
- આખરે ઈલાયચીનો તૈયાર કરેલો પાવડર, તુલસીના પાન અને ગુલાબની પાંદડી નાંખો. આ સાથે જ ઉપરથી શેકેલા કાજુ અને કિશમિશ ઉમેરીને સારી રીતે હલાવો. હવે તૈયાર ગરમાગરમ હલવો લોકોને પીરસો.
