Til Gur Revdi Recipe: શિયાળાની ઋતુમાં ગોળ અને તલનું સેવન શરીરને ગરમી અને ઊર્જા આપે છે. ઘરે બનાવેલી રેવડી શુદ્ધ હોવાથી બાળકો માટે પણ નુકસાનકારક નથી અને તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.
જરૂરી સામગ્રી:
સફેદ તલ 1 કપ જેટલા લેવા.
ખાંડ 1 કપની માત્રામાં તૈયાર રાખવી.
ગોળ 1 કપ જેટલો ઝીણો સમારેલો લેવો.
પાણી આશરે 1/2 કપ જેટલું વાપરવું.
ઘી પ્લેટને ગ્રીસ કરવા માટે જરૂર મુજબ લેવું.
બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં 1 કપ ખાંડ અને 1 કપ ગોળ ઉમેરવો.
- ત્યારબાદ તેમાં 1/2 કપ પાણી ઉમેરીને તેને બરાબર ઓગાળી લેવું અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવવું.
- જ્યારે આ મિશ્રણ એકદમ ટાઈટ થઈ જાય, ત્યારે તેને ઘી લગાવેલી એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે મૂકી દેવું.
- ગોળનું આ મિશ્રણ જ્યારે વ્યવસ્થિત ઠંડુ થઈ જાય, ત્યારે તેને હાથથી ખેંચીને (સ્ટ્રેચ કરીને) વધુ ટાઈટ બનાવવું.
- હવે આ તૈયાર થયેલા ટાઈટ મિશ્રણના નાના-નાના ટુકડા કરી લેવા.
- બીજી એક કડાઈમાં સફેદ તલને ત્યાં સુધી શેકવા (રોસ્ટ કરવા) જ્યાં સુધી તે હળવા ગુલાબી રંગના ન થઈ જાય.
- ત્યારબાદ રેવડીના જે ટુકડા કર્યા છે તેને આ શેકેલા તલવાળી કડાઈમાં નાખીને બરાબર મિક્સ કરવા જેથી તલ તેની પર ચારે બાજુ ચોંટી જાય.
- આ મિશ્રણને પ્લેટમાં કાઢીને એક વાટકીની મદદથી દબાવીને પાતળી કરવી, જેથી તેને બજાર જેવો ગોળ આકાર આપી શકાય.
- રેવડી સંપૂર્ણપણે ઠંડી થઈ જાય એટલે તેને એક એર ટાઈટ જારમાં ભરીને સ્ટોર કરી લેવી.
