Dudhi Halwa Recipe: ઘરમાં ખુશીનું વાતાવરણ હોય કે મહેમાનોને જમવા માટે ઘરે બોલાવવાના હોય ત્યારે કંઈક તો મીઠાઈ હોવી અનિવાર્ય છે. મીઠાઈમાં આપણે રવાનો હલવો અને ગાજરનો હલવો તો બનાવતા જ હોઈએ છીએ. હલવો એ ફૂડ મેનૂનો એક જરૂરી ભાગ હોય છે. તમે આજ સુધી ઘણા પ્રકારના હલવાનો સ્વાદ ચાખ્યો હશે પરંતુ દૂધીના હલવાનો સ્વાદ ખૂબ જ લાજવાબ હોય છે. દૂધીનો હલવો ઘી અને દૂધીમાંથી બનેલી સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ આ દૂધીનો હલવો પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. તો ફટાફટ નોંધી લો ગુજરાતી જાગરણની આ રેસીપી…
દૂધીનો હલવો બનાવવા માટે સામગ્રી
- 1 કિલો દૂધી
- 1/4 કપ ઘી
- 8 કાતરી બદામ
- 12 કાજુ
- 1 ચમચી કિશમિશ
- 650 મિલિ કુલ ફેટ દૂધ
- 1/2 કપ ખાંડ
- 1/2 ચમચી એલચી પાવડર
- 1/2 કપ મિલ્ક પાવડર
- 1 ચપટી લીલો કલર
બનાવવાની રીત
- દૂધીનો હલવો બનાવવા માટે સૌથી પહેલા 1 કિલો દૂધી લો. હવે દૂધીને ધોઈને છોલી લો. હવે તેને કાપી લો અને દૂધીના વચ્ચેના ભાગને કાઢી લો. હવે દૂધીને છીણી લો.
- હવે ગેસ પર એક પેન મૂકો, તેમાં ઘી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં ઝીણી સમારેલી બદામ, કાજુ ઉમેરીને ફ્રાય કરો. હવે એક પ્લેટમાં કાજુ બદામને કાઢીને તેમાં 1 ચમચી કિસમિસ નાખીને સારી રીતે શેકી લો. હવે કિસમિસને એક પ્લેટમાં કાઢી લો.
- હવે ફ્લેમ ઓછી કરો અને પેનમાં છીણેલી દૂધીને નાખો અને તેને સારી રીતે ફ્રાય કરો. દૂધીને સારી રીતે શેક્યા પછી તેમાં 650 મિલી દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે ઢાંકણ બંધ કરો અને 10 મિનિટ સુધી પકાવો.
- 10 મિનિટ પછી ઢાંકણને હટાવીને, તેમાં ખાંડ, એલચી પાવડર, મિલ્ક પાવડર નાખો. તેને સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર પકાવો.
- હવે તેમાં એક ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરીને મિક્સ કરો. હવે ઢાંકણાને ઢાંકીને 5 મિનિટ સુધી પકાવો. 5 મિનિટ પછી ઢાંકણને દૂર કરો અને શેકેલા ડ્રાયફ્રુટ્સ, એક ચમચી ઘી ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 2 મિનિટ માટે પકાવો. હવે ગેસ બંધ કરી દો અને દૂધીના હલવાને સર્વ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
