Corn Cashew Curry Recipe: મકાઈ-કાજુનું શાક બનાવવાની સરળ રેસિપી, બાળકો આંગળીઓ ચાટી જશે

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 28 Dec 2023 03:33 PM (IST)Updated: Thu 28 Dec 2023 03:33 PM (IST)
sweet-corn-cashew-curry-recipe-how-to-make-makai-kaju-nu-shak-257161

Corn Cashew Curry Recipe: મકાઈ અને કાજુની તો તમે ઘણી અવનવી વાનગીઓ ખાધી હશે. પરંતુ બન્નેના કોમ્બિનેશનમાં આજે અલગ વાનગીની વાત કરવી છે. તે એટલે મકાઈ-કાજુનું શાક. આ શાક ખાધા પછી મજા પડી જશે. મકાઈ-કાજુનું શાક કઈ રીતે બનાવવું તે આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે.

સામગ્રી
1 નાનો વાટકો લીલી મકાઈ.
1 નાનો વાટકો કાજુ
સમારેલા ટમેટા,
સમારેલી ડુંગળી
તેલ
જીરુ
કોથમરી
ધાણાજીરું
લસણ
તજ
થોડો ગરમ મસાલો.
ચટણી
મીઠું
હળદર.

બનાવવાની રીત.
સૌ પ્રથમ કાજુ અને મકાઈને પાણીમાં બાફી લો.
પછી એક કાઢાઈમાં થોડું તેલ નાખી તેમાં તજ, ડુંગળી અને ટમેટા સાતળી લો.
હવે આ ડુંગળી-ટમેટાને મિક્સરમાં પીસી ગ્રેવી બનાવી લો.
હવે કઢાઈમાં શાકના વઘાર માટે જરૂરી તેલ લો. તેમા જીરું, લસણ, હળદર વગેરે નાખી વધાર કરો. પછી તેમા ડુંગળી-ટમેટાની ગ્રેવી ઉમેરો. જરુરી મીઠું, ચટણી, ઘાણાજીરું, ગરમ સમાલો ઉમેરો. હવે તેમા બાફેલી મકાઈ અને કાજુ ઉમેરો. પછી થોડી વાર શાકને પાકવા દો.
બરાબર રંધાઈ ગયા બાદ ગેસ બંધ કરી લો.
કોથમરી નાખી તેને ગાર્નિસ કરો અને રોટલી સાથે સર્વ કરો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.