Poha Recipe: નાસ્તામાં ફટાફટ બનાવી લો પોહા, જાણો તેને બનાવવાની સૌથી સરળ રેસીપી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 14 Sep 2024 10:14 AM (IST)Updated: Sat, 14 Sep 2024 10:15 AM (IST)
simple-recipe-to-make-poha-for-breakfast-in-gujarati

How To Make Poha: સવારનો નાસ્તો (Breakfast) તમને દિવસભર એનર્જી આપે છે. તેથી દરેક વ્યક્તિએ સવારે તો નાસ્તો કરવો જ જોઈએ. કેટલાક લોકો સમયના અભાવે સવારનો નાસ્તો કરતા નથી. જો તમારે કંઈક ફટાફટ કોઈ નાસ્તો બનાવવો છે તો આજે અમે તમને પોહા (Poha) ની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે, જે ફટાફટ બનાવીને ચા સાથે સર્વ કરી શકાય છે.

Poha Recipe Card - પોહા બનાવવાની સરળ રેસીપી

  • તૈયારીનો સમય - 15 મિનિટ
  • રસોઈનો સમય - 15 મિનિટ
  • કેટલા લોકો માટે - 2
  • કેલરી - 180

પોહા બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ પોહા
  • 1 બારીક સમારેલી ડુંગળી
  • 2 ચમચી બારીક સમારેલા લીલા મરચા
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચી સરસવ
  • 1 ચપટી હિંગ
  • 2 ચમચી તેલ/ઘી
  • અડધા લીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 4 ચમચી બારીક સમારેલી કોથમીર

પોહા બનાવવાની રીત

  • સૌથી પહેલા પોહાને સાફ કરી લો.
  • પોહાને પાણીથી પણ ધોઈ શકાય છે.
  • ધ્યાનમાં રાખો કે, પોહાને લાંબા સમય સુધી પાણીમાં ન રાખો.
  • હવે એક પેનમાં તેલ અથવા ઘી મૂકો.
  • ગરમ તેલમાં હિંગ અને સરસવના દાણા ઉમેરો.
  • ઘરે કઢી પત્તા પણ ઉમેરી શકાય છે.
  • હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.
  • ડુંગળી હળવા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે તેમાં હળદર પાવડર ઉમેરો.
  • હવે તેમાં મીઠું અને પોહા ઉમેરો.
  • હવે તેને સારી રીતે મિક્સ કરીને ફ્રાય કરી લો.
  • હવે ગેસની આંચ ધીમી કરીને તેમાં બારીક સમારેલા લીલા મરચાં ઉમેરો.
  • હવે તેમાં લીંબુનો રસ અને બારીક સમારેલી કોથમીર ઉમેરો.
  • તેમાં બારીક સમારેલા ટામેટાં, નમકીન અને ચાટ મસાલો પણ ઉમેરી શકાય છે.
  • તેમાં પસંદગી પ્રમાણે, શાકભાજી પણ ઉમેરી શકાય છે.
  • તેની સાથે ચટણી અથવા ગ્રેવી શાક પણ સર્વ કરી શકાય છે.
  • તેમાં શેકેલી મગફળી પણ ઉમેરી શકાય છે.