Rice Kheer Recipe: સનાતન ધર્મમાં, પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનો સમય પોતાના પૂર્વજોને યાદ કરવા માટે ખાસ માનવામાં આવે છે. આ શ્રાદ્ધ ખીર મોટાભાગના ઘરોમાં બનતી હોય છે. ત્યારે ચોખાની ખીર કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
ચોખાની ખીર બનાવવાની સામગ્રી:
- ખીચડીના ચોખા : 50 ગ્રામ અથવા 1/4 કપ
- દૂધ: 1 લીટર
- ખાંડ: 1/2 કપ (તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી કરી શકાય)
- પાણી: 1/2 કપ (ચોખા બાફવા માટે)
- ડ્રાયફ્રુટ્સ (પિસ્તા, બદામ, કાજુના ટુકડા): દરેક 2 ટેબલસ્પૂન (ચારોળી કે કિસમિસ પણ ઉમેરી શકાય)
- એલચી પાવડર: 1/2 ચમચી
ચોખાની ખીર બનાવવાની રીત:
1). ચોખા ધોવા: સૌપ્રથમ, 50 ગ્રામ ખીચડીના ચોખાને પાણીથી બરાબર ધોઈ લો, જેથી તેના પર ચોંટેલી ધૂળ દૂર થઈ જાય.
2). ચોખા બાફવા:
- એક કુકર લો અને તેમાં ધોયેલા ચોખા ઉમેરો.
- ચોખા જેટલું હોય તેનાથી બમણું પાણી ઉમેરો (એટલે કે 1/4 કપ ચોખા સાથે 1/2 કપ પાણી).
- કુકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લો.
- વિસલ થઈ જાય પછી ગેસ બંધ કરો અને કુકરને સંપૂર્ણપણે ઠંડુ થવા દો (લગભગ 10 મિનિટ).
- કુકર ઠંડું પડ્યા પછી ઢાંકણ ખોલીને ચેક કરો કે ચોખા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે.
3). દૂધ ઉમેરવું:
- બફાયેલા ગરમ ચોખામાં 1 લીટર દૂધ ઉમેરી દો.
- દૂધ અને ચોખાને એકદમ સારી રીતે મિક્સ કરી લો.
- ગેસની ફ્લેમ ચાલુ કરીને દૂધમાં એક ઉકાળો આવે અને દૂધ તથા ચોખા એકરસ થાય ત્યાં સુધી 4 થી 5 મિનિટ માટે થવા દો.
- ખીર તૈયાર થઈ છે કે નહીં તે તપાસવા માટે ચમચામાં થોડું મિશ્રણ લઈ ઉપરથી નીચે કરો. જો ચોખાના દાણા ચમચામાં ન રહે અને દૂધ સાથે ભળી ગયા હોય, તો ખીર તૈયાર છે.
4). ખાંડ અને ડ્રાયફ્રુટ્સ ઉમેરવા:
- જ્યારે ચોખાનો દાણો એકદમ સોફ્ટ થઈ જાય અને દૂધને બરાબર શોષી લે, ત્યારે તેમાં 1/2 કપ ખાંડ ઉમેરો.
- સાથે 2 ટેબલસ્પૂન પિસ્તા, 2 ટેબલસ્પૂન બદામ અને 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરો.
- બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને ખાંડ પીગળી જાય ત્યાં સુધી (2 થી 3 મિનિટ) થવા દો.
5). એલચી પાવડર ઉમેરી અને સર્વ કરવું:
- ગેસ બંધ કરતા પહેલાં, અડધી ચમચી એલચી પાવડર ઉમેરો. એલચી પાવડર છેલ્લે ઉમેરવાથી તેની સુગંધ ખીરમાં ખૂબ જ સારી આવે છે.
- ગેસ બંધ કરી દો અને ખીરને થોડીવાર માટે ઠંડી થવા દો.
- ઠંડી થયા પછી ખીર વધુ ઘટ્ટ અને મલાઈદાર બની જશે.
- તૈયાર થયેલી ખીરને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ઉપરથી બદામની સ્લાઈસ, પિસ્તાની ફ્લેક્સ અને કેસરથી સજાવીને સર્વ કરો. આ રીતે તૈયાર થયેલી ખીર એકદમ ફટાફટ અને બહુ જ ટેસ્ટી બનશે.
