Dal Vada Recipe: વરસાદી સિઝનમાં બનાવો દાળવડા, નોંધી લો રેસિપી

ધોધમાર વરસાદ પડતો હોય અને બાજુમાં ગરમા ગરમ દાળવડા હોય તો મજા પડી જતી હોય છે. આજે દાળવડા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Mon, 23 Jun 2025 09:22 PM (IST)Updated: Mon, 23 Jun 2025 09:22 PM (IST)
monsoon-food-dal-vada-recipe

Dal Vada Recipe: ધોધમાર વરસાદ પડતો હોય અને બાજુમાં ગરમા ગરમ દાળવડા હોય તો મજા પડી જતી હોય છે. આજે દાળવડા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું.

દાળવડા બનાવવાની સામગ્રી

  • મગની દાળ,
  • લીલા મરચા,
  • આદુ,
  • મીઠું,
  • હીંગ,
  • મરી,
  • કોથમરી,
  • તેલ,
  • ડુંગળી.

દાળવડા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક બાઉલમાં મગની ફોતરાવાળી દાળને ધોઈને 6 કલાક પાણીમાં પલાળી દો.
  • હવે હાથથી મસળીને મગદાળના ફોતરી ઉતારીને પાણીમાંથી બહાર કાઢીને દાળને એક વાસણમાં રાખો.
  • હવે એક મિક્સર જારમાં મગદાળ,લીલા મરચા,આદુના ટૂકડા ઉમેરી અધકચરી પીસી લો.
  • હવે તેમા મીઠું, હીંગ, મરીનો ભૂકો, સમારેલી કોથમરી ઉમેરી મિક્સ કરીને આ મિશ્રણને સારી રીતે ફેટી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલ મિશ્રણમાંથી દાલવડાને તળીને સમારેલી ડુંગળી સાથે ગરમા-ગરમ સર્વ કરો.