Mini Bhakarwadi Recipe: ઘરે સરળતાથી બનાવો મસાલેદાર મીની ભાખરવડી, જાણો સરળ રેસીપી

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 31 Aug 2023 05:31 PM (IST)Updated: Thu 31 Aug 2023 05:31 PM (IST)
mini-bhakarwadi-recipe-in-gujarati-how-to-make-maharashtrian-bhakarvadi-at-home-187341

Mini Bhakarwadi Recipe In Gujarati: મોટાભાગના લોકો ચા સાથે નાસ્તા ખાવાનું પસંદ કરે છે. હળવા નાસ્તા માટે મીની ભાખરવડી એક બેસ્ટ ઓપ્શન છે. ભાખરવડી ગુજરાતનો સૌથી લોકપ્રિય નાસ્તો છે. લોકો ચા સાથે ભાખરવડી ખાવાનું પસંદ કરે છે. ત્યારે જાણો મસાલેદાર મીની ભાખરવડી બનાવવાની સરળ રેસીપી.

મસાલેદાર મીની ભાખરવડી રેસીપી કાર્ડ

  • કુલ સમય: 35 મિનિટ
  • તૈયારીનો સમય: 20 મિનિટ
  • રસોઈનો સમય: 15 મિનિટ
  • કેટલા લોકો માટે: 4
  • કેલરી: 95

સામગ્રી

  • 1 કપ મેંદો
  • 2 ચમચી ચણાનો લોટ
  • ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • ½ ટીસ્પૂન જીરું
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી મીઠી આમલીની ચટણી
  • 1 ચમચી નારિયેળના ટુકડા
  • 1 ચમચી તલ
  • 2 ચમચી ખાંડ
  • ¼ ચમચી હળદર પાવડર
  • ¼ ચમચી આદુ પાવડર
  • 3/4 ચમચી અથવા સ્વાદ મુજબ મીઠું
  • 1/8 ચમચી અજવાઈન
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી વરિયાળી પાવડર
  • તળવા માટે તેલ

મસાલેદાર મીની ભાખરવડી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, ચણાનો લોટ અને મીઠું ઉમેરીને લોટ બાંધી લો.
  • હવે બધા મસાલાને એક મિક્સર જારમાં નાખીને બારીક પાવડર તૈયાર કરી લો.
  • જ્યારે લોટ સારી રીતે સેટ થઈ જાય ત્યારે લોટની સમાન માત્રામાં કણક બનાવીને તેને રોલ કરીને સાઈડ પર મૂકી દો.
  • હવે ગોળ પુરીને મીની એટલે કે નાના-નાના ભાગોમાં કાપીને તેમાં ચટણી, મસાલો ઉમેરીને રોલ બનાવો.
  • હવે પેનમાં તેલ નાખીને ગરમ કરીને રોલ કરેલી પુરીને સારી રીતે તળી લો.
  • ફ્રાય થયા પછી મીની ભાખરવડીને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે મસાલેદાર મીની ભાખરવડી.

Image Credit- (@Freepik and Google)

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.