Methi Bhajiya Recipe: શિયાળાની ઠંડી સાથે સૌરાષ્ટ્રમાં વાડી વિસ્તારમાં ભજીયાના પ્રોગ્રામ અવાર નવાર બનતા હોય છે. વાડીના પ્રોગ્રામ જેવા મેથીના ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
મેથીના ભજીયાની સામગ્રી :
- તાજી મેથીના પાન (સમારેલા): 2 કપ (લગભગ 200 ગ્રામ)
- કોથમરી, સમારેલી
- લીલા મરચા -3 જીણા સમારેલા
- ચણાનો લોટ : 2 કપ
- આદુ-લસણ-મરચાની પેસ્ટ: 1 ચમચી, જો લીલું લસણ હોય તો સમારીને લેવું.
- હિંગ: ચપટીભર
- બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા
- મીઠું: સ્વાદ પ્રમાણે
- પાણી: જરૂર પ્રમાણે (ખીરું બનાવવા માટે)
- તેલ: તળવા માટે
મેથીના ભજીયા બનાવવાની રીત
મેથી તૈયાર કરો:
તાજી મેથીના પાન, કોથમરી, મરચા સારી રીતે ધોઈ લો. પાણી કાઢીને બારીક સમારી લો.
બેટર બનાવો:
એક મોટા વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ-લસણ-મરચાની પેસ્ટ, મીઠું અને સોડા નાખો. થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરો બેટર ખૂબ પાતળું કે ખૂબ ઘટ્ટ ન હોવું જોઈએ.
મેથી મિક્સ કરો:
સમારેલી મેથી, કોથમરી, મરચા બેટર માં નાખીને સારી રીતે મિક્સ કરો. હવે તેમા લીંબુ અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો.
ભજીયા તળો
કડાઈમાં તેલ ગરમ કરો (મધ્યમ તાપે). બેટરમાં હાથની મદદથી ભજીયા પાડી લો. મધ્યમ આંચે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો (વધારે તેલ ન લાગે તે માટે કાગળ પર કાઢી લો.
સર્વ કરો:
ગરમા ગરમ મેથીના ભજીયાને ખજૂરની ચટણી, આંબલીની ચટણી, દહીં કે છાસ સાથે સર્વ કરો.
