Methi Na Gota Recipe: મેથીના એવા ગોટાની આજે રેસિપી જણાવવી છે જેને જોઈને મોઢામાં પાણી આવી જશે. મોટાભાગના લોકોને મેથીના ભજીયા પસંદ હોય છે. તેમાય એકદમ પોચા અને સ્વાદિષ્ટ હોય તો વાત જ શું કરવી. આજે ગુજરાતી જાગરણ તમને મેથીના ભજીયાની એવી રેસિપી જણાવશે જેને ખાધા પછી મજા પડી જશે.
મેથીના ભજીયા બનાવવાની સામગ્રી
- લીલી મેથી
- આખા ધાણા
- અજમો
- ખાંડ
- મરી
- ચણાનો લોટ
- રવો
- મીઠું
- ખાવાનો સોડા
- તેલ
- હીંગ
મેથીના ગોટા બનાવવાની રીત
- લીલી મેથી લઈ, પાન અલગ કરી સમારી લો.
- હવે એક ખાયણીમાં એક ચમચી આખા ધાણા, 10 મરી, અડધી ચમચી અજમો ઉમેરો પછી ખાંડી લો.
- હવે એક તપેલી લો. તેમા એક કપ પાણી ઉમેરો. પાણીમાં એક ચમચી તેલ ઉમેરો. પછી મિક્સ કરો.
- તેમા ખાવાનો સોડા, એક ચમચી ખાંડ, હીંગ, મીઠું, ખાંડેલો મસાલો, લીલા મરચાની પેસ્ટ ઉમેરો પછી બધી વસ્તુ મિક્સ કરો.
- હવે સમારેલી મેથીને ઉમેરો અને મિક્સ કરી લો.
- હવે તેમાં બે ચમચી રવો ઉમેરો. હવે તેમા એક વાટકો ચણાનો લોટ ઉમેરો. પછી બેટર હલાવતા રહો. જરૂર મુજબ પાણી અને લોટ ઉમેરી બેટર બનાવો.
- હવે કઢાઈમાં તળવા માટે તેલ મૂકો. પછી મીડિયમ ફ્લેમ પર ભજીયા તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- તૈયાર છે તમારા મેથીના ગોટા (મેથીના ભજીયા). (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)
