Masala Poori Recipe: આપણી ત્યાં ઘણા લોકો નાસ્તામાં મસાલા પુરી ખાય છે. મસાલા પુરી ખાવામાં ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે. ઘઉંનો લોટ, મરચાંનો પાવડર, હળદર અને હિંગના લોટમાંથી બનેલી મસાલા પુરી સરળતાથી અને ઝડપથી તૈયાર થઈ જાય છે. આપણી ત્યાં ગુજરાતમાં તે ગુજરાતી મસાલા પુરી તરીકે ઓળખાય છે. જો તમે ઘરે નાસ્તા અથવા સાંજની ચાના સમયે ખાવા માટે તેને બનાવવા માગો છો તો જાણી લો તેની સરળ રેસીપી.
ગુજરાતી મસાલા પુરી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી તેલ
- 1/4 ચમચી હિંગ
- તળવા માટે તેલ
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી હળદર પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- પિરસવા માટે ફ્રેશ દહીં

ગુજરાતી મસાલા પુરી બનાવવાની રીત
- એક બાઉલમાં તમામ સામગ્રી મિક્સ કરીને જરૂરી માત્રામાં પાણીનો ઉપયોગ કરીને સખત લોટ બાંધી લો.
- હવે તેને 15 થી 20 મિનિટ માટે સાઈડ પર મૂકી દો.
- લોટને પુરીના આકારમાં વિભાજીત કરીને રોલ કરો.
- એક પેનમાં તેલ ગરમ કરીને એક કે બે પુરીઓ નાખીને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળી લો.
- તૈયાર છે ગુજરાતી મસાલા પુરી.
- ફ્રેશ દહીં સાથે ગરમા-ગરમ સર્વ કરો.
Pic credit- achalalfood/Pinterest