આ રેસીપીને ઘઉંનો લોટ, મેંદો અને સોજીમાંથી બનાવવામાં આવે છે દેખાવમાં ફરસી પુરી જેવી લાગે છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રંચી લાગે છો. મસાલા મઠરી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ આજે તમને અહીં જણાવશે.
- મસાલા મઠરી બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ,
- મેંદો,
- સોજી,
- તેલ,
- મીઠું,
- મરી પાઉડર,
- સંચળ,
- લાલ મરચું પાઉડર,
- અજમો,
- ઘી,
- પાણી જરૂર મુજબ.
મસાલા મઠરી બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉનો લોટ, મેંદો, સોજી નાખીને મિક્સ કરીને તેમાં મીઠું, અજમો,મરી પાવડર,તેલ ઉમેરો.
સ્ટેપ- 2
હવે બધુ મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધીને 10 મિનીટ સેટ થવા દો.
સ્ટેપ- 3
હવે બાંધેલા લોટ પર ઘી લગાવીને થોડો કુણી લો અને તેમાંથી એક લુઆ બનાવી લો.
સ્ટેપ- 4
હવે તેને પાટલા પર રાખી વેલણ વડે રોટલીની જેમ વણી સંચળ,મરચું,મરી પાઉડર છાંટો.
સ્ટેપ- 5
હવે તેના પર ઘઉંનો કે ચોખાનો લોટ ભભરાવીને તેના પર બીજી રોટલી મૂકો, આવી રીતે 3 રોટલીના લેયર બનાવીને રોલ વાળીને તેના એક સરખા ભાગ કરો.
સ્ટેપ- 6
હવે કાંટા ચમચી વડે કાપા પાડીને પુરી વણીને એક કડાઈમાં તેલ ગરમ કરીને તળી લો. તૈયાર છે મસાલા મઠરી, તમે સર્વ કરી શકો છો.
