Gulab Shrikhand Recipe: ઉનાળામાં કરો ગુલાબ શ્રીખંડનું સેવન, આ સરળ રીતથી ઘરે જ બનાવી લો

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 17 Apr 2024 04:05 PM (IST)Updated: Wed 17 Apr 2024 04:05 PM (IST)
make-tasty-rose-or-gulab-shrikhand-at-home-with-this-easy-recipe-315699

Rose Shrikhand Recipe: ઉનાળામાં મોટાભાગના લોકોને ઠંડુ ખાવા ઈચ્છા થતી હોય છે. ઉનાળામાં ઘણા લોકો જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. જો તમે આઈસ્ક્રીમની જગ્યાએ કંઈક બીજુ ટ્રાય કરવા માગો છો તો, જાણો ગુલાબ શ્રીખંડની રેસીપી વિશે.

સુગંધિત અને સ્વાદિષ્ટ ગુલાબ શ્રીખંડ દહીં, ગુલાબની પાંખડી, ગુલાબનું શરબત અને મધની મદદથી ઘરે તૈયાર કરી શકાય છે. તેને રાત્રે જમ્યા પછી ખાઈ શકાય છે. તેને મહેમાનોને પણ સરળતાથી સર્વ કરી શકાય છે. ત્યારે જાણો ઘરે જ સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવવાની રેસીપી.

ગુલાબ શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી

  • 1 કિલો દહીં
  • 3 ચમચી સૂકી ગુલાબની પાંદડીઓ
  • 1 ચમચી ગુલાબ શરબત
  • 2 ચમચી મધ
  • 1/4 ચમચી ગુલાબ એસેન્સ

ગુલાબ શ્રીખંડ બનાવવાની રીત

  • એક મોટો બાઉલ અને મલમલનું કાપડ લો.
  • તેને એક વાસણની આસપાસ ફેલાવીને તેમાં દહીં ઉમેરો, દહીંમાંથી પાણી નિચોવી લો.
  • એક મોટી ટ્રે લઈ તેના પર દહીં સાથે આ કપડું મૂકીને એક ભારે બાઉલ મૂકો અને તેને રેફ્રિજરેટરમાં રાતોરાત રાખો.
  • એક બાઉલ લઈ તેમાં મલમલના કપડા વડે બહાર કાઢેલું ઠંડુ દહીં ઉમેરો.
  • તેમાં ગુલાબ શરબત, મધ, ગુલાબ એસેન્સ, ગુલાબની પાંખડીઓ ઉમેરો.
  • હવે બધું એકસાથે મિક્સ કરો, જ્યાં સુધી તે એક સરસ ક્રીમી જાડું ટેક્સચર ન મળે.
  • ડેઝર્ટને સર્વિંગ બાઉલમાં મૂકો.
  • ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરીને જમાવી દો.