Aloo Methi Paratha Recipe: તમે ક્યારેય ગરમા ગરમ પોચા પરાઠા ટ્રાય કર્યા છે. આજે આલુ મેથીના આવાજ પોચા પરાઠા એટલે કે મેથીના થેપલા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
સામગ્રી
- ઘઉંનો લોટ
- મેથીના પાન (બારીક સમારેલા)
- મોટા બટાકા (બાફેલા અને છૂંદેલા)
- ચમચી જીરું
- તલ
- હળદર
- અજમો
- ચમચી ગરમ મસાલો
- ચમચી ધાણા પાવડર
- ચમચી લાલ મરચું પાવડર
- ચમચી સૂકા કેરીનો પાવડર
- ચમચી મીઠું
- તેલ
બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં લોટ, મીઠું, અજમો, અજમો, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું, લાલ મરચું, આદુ મરચાની પેસ્ટ, સમારેલી મેથી, છૂંદેલા બટાકા લો. બધુ બરાબર મિકસ કરો.
- હવે ધીમે ધીમે પાણી ઉમેરો અને લોટ બાંધો. થોડીવાર લોટને ઢાંકીને મૂકી રાખો.
- પછી રોટલીની જેમ પરાઠાને વણી લો.
- તવા પર તેલ લગાવી પરાઠાને બન્ને બાજુએ બરાબર શેકી લો.
- તૈયાર છે તમારા આલુ મેથીના પરાઠા. દહીં કે ચટણી સાથે સર્વ કરો.
