Lasaniya Bhungra Batata Recipe: ગુજરાતના સ્ટ્રીટ પર મળતું ભૂંગરા બટાટા એક આઈકોનિક કોમ્બિનેશન છે. ગુજરાતમાં પીળા ખોખલા ફ્રાયમ્સને ભૂંગરા કહેવામાં આવે છે અને તેની સાથે ક્રિસ્પી તળેલા બટાકાને સાથે તૈયાર કરવામાં આવે છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. જાણો તેની સરળ રેસીપી.
- કુલનો સમય - 30 મિનિટ
- તૈયારીનો સમય - 15 મિનિટ
- રસોઈનો સમય - 15 મિનિટ
- કેટલા લોકો માટે - 2
ભુંગરા બટાટાની સામગ્રી
- 10-12 પીળા ખોખલા ફ્રાયમ્સ
- 1 કપ બેબી બટાટા
- 1 ટીસ્પૂન જીરું ચપટી હિંગ
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1 ચમચી સૂકું લાલ મરચું પાવડર
- 1/2 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી આદુ-લસણનો પેસ્ટ
- 1 કપ ટામેટાની પ્યુરી
- 1 મોટી ડુંગળી, ટુકડાઓમાં કાપો
- સ્વાદ અનુસાર મીઠું
ભુંગરા બટાટા બનાવવાની રીત
- એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું અને હિંગ ઉમેરીને થોડીવાર મિક્સ કરો.
- ત્યારબાદ આદુ લસણનો પેસ્ટ ઉમેરીને કાચી ગંધ ના જાય ત્યાં સુધી પકાવો.
- સમારેલી ડુંગળી ઉમેરીને નરમ થાય ત્યાં સુધી પકાવો, ટામેટાની પ્યુરી ઉમેરીને થોડીવાર પકાવો.
- હળદર, ધાણા, ગરમ મસાલો, મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- બધું મિક્સ થઈને બફાઈ જાય ત્યારે તેમાં બાફેલા બેબી બટાટા ઉમેરીને થોડીવાર મિક્સ કરો.
- મસાલો સારી રીતે લાગી જાય ત્યારે તેને આંચ પરથી ઉતારીને બાજુ પર રાખો.
- પીળા ફ્રાઈમને ફ્રાય કરીને બટાકા સાથે ગરમ અને ક્રિસ્પી સર્વ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.