Kashmiri Dum Aloo Recipe: દમ આલુ તો ઘણા લોકોની પસંદગીનું શાક હોય છે. તેમાય દમ આલુની ગ્રેવી બાળકોને ઘણી ભાવતી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ કે ઢાબા પર મળે તેવા, એકદમ સરસ મલાઈદાર ગ્રેવીવાળા દમ આલુ ઘરે બનાવવાની રીત જોઈશું. આ દમ આલુ બિલકુલ રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદિષ્ટ બનશે. કાશ્મીરી દમ આલુનો સ્વાદ અન્ય દમ આલુ કરતા થોડો જ અલગ હોય છે. તો ચાલું બનાવીએ દમ આલુનું શાક.
દમ આલુ સામગ્રી : (Dum Aloo Recipe Restaurant Style l દમાલૂ - દમ આલુ બનાવવાની પરફેક્ટ રીત l Recipes in Gujarati l Gujarati shaak Recipes)
1). બટાકા માટે:
નાના બટાકા: 500 ગ્રામ
પાણી: 1 કપ
મીઠું: 1 ચમચી
તેલ: તળવા માટે (જરૂર મુજબ)
2). ગ્રેવી માટે પેસ્ટ બનાવવા:
તેલ: 1 ટેબલસ્પૂન
ડુંગળી (મીડિયમ સાઈઝ): 2 નંગ (ઝીણી સમારેલી)
આદુ-લસણ-મરચાની પેસ્ટ: 1.5 ટેબલસ્પૂન
કાજુ: 15-20 નંગ
ટામેટાં: ૩ નંગ (પ્યુરી બનાવવા માટે)
મીઠું: સ્વાદ અનુસાર (ગ્રેવીની પેસ્ટ માટે)
પાણી: 2 ટેબલસ્પૂન (પેસ્ટ પીસવા માટે)
૩). વઘાર અને મસાલા માટે:
તેલ: 1 ટેબલસ્પૂન
તમાલપત્ર: 1
લવિંગ: 4-5 નંગ
તજ: નાના ટુકડા
ઈલાયચી: 2-૩ નંગ
કાળા મરી: 5-7 નંગ
જીરું: 1 ચમચી
આખા લાલ મરચાં: 1-2 નંગ
ગરમ મસાલો: 1/4 ટીસ્પૂન
કાશ્મીરી લાલ મરચું પાવડર: 2 ટેબલસ્પૂન
હળદર પાવડર: 1 નાની ચમચી
ધાણાજીરું પાવડર: 1 ટેબલસ્પૂન
મીઠું: સ્વાદ અનુસાર (બાકીની ગ્રેવી માટે)
પાણી: 1 કપ (ગ્રેવી માટે)
ફ્રેશ ક્રીમ અથવા દહીં: 2 ટેબલસ્પૂન
કસૂરી મેથી: 1 ટીસ્પૂન કરતાં ઓછી
કોથમીર: ઝીણી સમારેલી (ગાર્નિશિંગ માટે)
દમ આલુ બનાવવાની રીત : (કશ્મીરી દમ આલુ બનાવવાની સરળ રીત | Kashmiri Dum Aloo Recipe)
1). બટાકા તૈયાર કરવા:
સૌપ્રથમ 500 ગ્રામ નાના બટાકાને સારી રીતે ધોઈ લો.
એક કુકરમાં બટાકા, 1 કપ પાણી અને 1 ચમચી મીઠું ઉમેરીને 3-4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો, જેથી બટાકા 80% જેટલા બફાઈ જાય અને ચીપકે નહીં.
બટાકા ઠંડા થાય પછી તેની છાલ ઉતારી લો.
કાંટા ચમચી વડે બધા બટાકા પર બધી બાજુ નાના કાણાં પાડી લો, જેથી ગ્રેવીનો સ્વાદ બટાકામાં અંદર સુધી ઉતરે.
એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં બટાકાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે શૅલો ફ્રાય કરો. જો તમને ડીપ ફ્રાય કરવું હોય તો તેમ પણ કરી શકો છો.
2). ગ્રેવી માટે પેસ્ટ બનાવવી: (કાશ્મીરી દમ આલૂ રેસીપી)
એક ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો.
જ્યારે ડુંગળીનો રંગ બદલાઈને ગોલ્ડન બ્રાઉન થવા માંડે, ત્યારે તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ અને કાજુ ઉમેરી, ૪ મિનિટ સુધી સાંતળો.
ત્યારબાદ ટામેટાની પ્યુરી અને થોડું મીઠું ઉમેરી, ધીમા તાપે 10-15 મિનિટ સુધી પકાવો.
જ્યારે મિશ્રણ તેલ છોડવા માંડે અને ટામેટાનો રંગ ગોલ્ડન થવા માંડે, ત્યારે ગેસ બંધ કરીને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
ઠંડુ થયેલા મિશ્રણને મિક્સર જારમાં લઈ, 2 ટેબલસ્પૂન પાણી ઉમેરીને એકદમ ઝીણી અને મુલાયમ પેસ્ટ બનાવી લો.
3). દમ આલુની ગ્રેવી બનાવવી:
એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, ઈલાયચી, કાળા મરી, જીરું અને આખા લાલ મરચાં ઉમેરીને જીરુંનો રંગ બદલાય ત્યાં સુધી સાંતળો.
ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને તેમાં 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી, તરત જ મિક્સ કરી લો. કાશ્મીરી લાલ મરચું ગ્રેવીને ખૂબ જ સરસ રંગ આપે છે.
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ડુંગળી-કાજુ-ટામેટાની પેસ્ટ ઉમેરી, બરાબર મિક્સ કરો.
1 નાની ચમચી હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરીને ઢાંકી દો.
ગ્રેવીને 5-૭ મિનિટ સુધી ધીમાથી મીડીયમ તાપે પકાવો, જેથી તેમાંથી તેલ છૂટું પડે.
જ્યારે ગ્રેવી સરસ રીતે પાકી જાય અને તેલ ઉપર આવી જાય, ત્યારે તેમાં 1 કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી, બરાબર મિક્સ કરો. (ધ્યાન રાખો કે પેસ્ટ બનાવતી વખતે પણ મીઠું ઉમેરેલું હતું).
ફરીથી ઢાંકીને 5-6 મિનિટ સુધી ધીમા તાપે પકાવો.
4). દમ આલુ બનાવવા:
પાકેલી ગ્રેવીમાં તૈયાર કરેલા શેલો ફ્રાય કરેલા બટાકા ઉમેરી, બરાબર મિક્સ કરો.
ફરીથી ઢાંકીને 5-6 મિનિટ સુધી ધીમા તાપે પકાવો, જેથી બટાકા ગ્રેવીના સ્વાદને સારી રીતે શોષી લે.
છેલ્લે, 2 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ (અથવા દહીં), ઝીણી સમારેલી કોથમીર અને 1 ટીસ્પૂન કરતાં ઓછી કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરો.
ગેસ બંધ કરી દો.
ગરમાગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ રોટી, નાન કે ભાત સાથે સર્વ કરો!