Indori Poha: લારી જેવા ટેસ્ટી ઇન્દોરી પૌવાની રેસિપી

સવારે નાસ્તામાં ઘરે ઈન્દોરી પૌવા કેવી રીત બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Wed 03 Sep 2025 07:46 PM (IST)Updated: Wed 03 Sep 2025 07:46 PM (IST)
indori-poha-recipe-in-gujarati-596818

Indori Poha Recipe: સવારે નાસ્તામાં ઘરે ઈન્દોરી પૌવા કેવી રીત બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

ઈન્દોરી પૌવાની સામગ્રી:

  • પૌવા
  • પાણી
  • હળદર
  • રાઈ
  • તેલ
  • જીરુ
  • શિંગ
  • ડુંગળી
  • થોડી વરિયાળી
  • શાકભાજી
  • લીંબુ
  • રતલામી સેવ

ઈન્દોરી પૌવા બનાવવાની રીત

  • સૌ પ્રથમ, એક બાઉલમાં પૌવા લો.
  • પૌવામાં પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી પાણીને નિકાળી દો.
  • હવે તેમાં હળદર, ખાંડ, ઉમેરી મિક્સ કરી દો.
  • પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમા રાઈ, જીરું ,મીઠા લીમડાના પાન, આખી શિંગ, સમારેલી ડુંગળી, વરિયાળી, મીઠું ઉમેરી મિક્સ કરો અને થોડીવાર સાતળા દો.
  • કોથમરી ઉમેરો પછી હળદરવાળા પૌવા ઉમેરી મિક્સ કરો. બે મિનિટ પાકવા દો.
  • હવે પૌવાને પ્લેટમાં લો તેમા સમારેલી ડુંગળી, લીંબુનો રસ, દાડમના દાણા અને રતલામી સેવ ઉમેરો. તૈયાર છે તમારા ઈન્દોરી પૌવા.