How To Store Lemons For Long Time: વિટામીન સીથી ભરપૂર લીંબું જો ન હો તો ઘણા ઘરમાં રસોઈનો સ્વાદ આવતો નથી. વળી દાળની વાત કરીએ તો લીંબું વગર તો દાળ પણ ફિક્કી લાગે છે. લીંબુ રસોડાની જરૂરી વસ્તુ છે.
પરંતુ બજારમાં મળતા મોંઘા લીંબુ ઝડપથી બગડી પણ જવાનો ડર ઘણી ગૃહિણીઓને રહે છે. લીંબુ સુકાઈ જવાનો, કાળા પડી જાવનો કે બગડી જવાની સમસ્યા દરેકને રહે જ છે. તો આજની આ ટિપ્સમાં અમે તમને જણાવીશું કે લીંબુને લાંબો સમય સુધી કંઈ રીતે સાચવી શકાય. વળી તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે તે જરૂરી છે.

લીંબુનો સંગ્રહ કરવાની પાંચ ટિપ્સ
- લીંબને કાંચની બરણીમાં ભરી દો પછી તેમાં પાણી ભરીને તેને ફ્રીઝમાં મૂકી દો. આવું કરવાથી લાંબા સમય સુધી તમારા લીંબુ બગડશે નહીં.
- તમે એલ્યુમનિયન ફોઈલ પેપર જે રોટલી ગરમ રહે તે માટે ઉપયોગ કરો છો તેમાં લપેટીને ફ્રીઝમાં રાખી દો.
- તમે લીંબુને એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં રાખી દો. આવું કરવાથી લાંબો સમય સુધી લીંબુ બગડશે નહીં.
- તમે લીંબુને ઝીપ લોક વાળી પ્લાસ્ટિકની થેલીમાં પણ ભરી શકો છો. આવી થેલીઓ વટાણા, વાલ ફ્રોઝન કરવા માટે વપરાય છે.
- સફરજન અને કેલાની આસપાસ લીંબુને ન રાખો. આવું કરવાથી તે ઝડપથી બગડી જવાનો ડર રહે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.