Paneer Masala Recipe: પનીરના શાકનો સ્વાદ માણવો હોય તો મોટા ભાગના લોકો ઢાબામાં કે હોટલમાં જાય છે. પરંતુ ઘરે ઢાબા-સ્ટાઈલ પંજાબી પનીર મસાલા કે હોટલ જેવું પનીરનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવી રહ્યું છે.
પનીરનું શાક બનાવની સામગ્રી (Ingredients):
- પનીર: 200 ગ્રામ (તમારા મનપસંદ આકારના ટુકડામાં કાપેલું)
- મીઠું: 1/8 ચમચી
- લાલ મરચું પાવડર: 1/2 ચમચી
- હળદર પાવડર: 1/4 ચમચી
- તેલ/બટર: 1 મોટી ચમચી (પનીર શેકવા માટે)
- તેલ: 2 મોટી ચમચી
- બટર: 1 મોટી ચમચી (વૈકલ્પિક, ઢાબા સ્ટાઈલ સ્વાદ માટે)
- આખા ગરમ મસાલા:
- તમાલપત્ર: 1 નાનો ટુકડો
- તજ: 1 નાનો ટુકડો
- મોટી ઈલાયચી: 1
- બાદીયા (Star Anise): 1 નાનો ટુકડો
- સૂકા લાલ મરચાં: 2-3 ટુકડા
- ડુંગળી: 2 મધ્યમ કદની, બારીક સમારેલી
- લીલા મરચાં: 3-4
- આદુ-લસણ પેસ્ટ: 1 મોટી ચમચી
- પાવડર મસાલા (Powdered Spices):
- હળદર પાવડર: 1/4 ચમચી
- ધાણા પાવડર: 1/2 ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર: 1 ચમચી
- જીરું પાવડર: 1/2 ચમચી
- ગરમ મસાલો પાવડર: 1/2 ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
- ટામેટાં: 2 મધ્યમ કદના, પ્યુરી કરેલા
- પાણી: 1 કપ (ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે)
- કસૂરી મેથી: 1 મોટી ચમચી
- સજાવટ માટે (For Garnish):
- કોથમીર: ઝીણી સમારેલી
પનીરનું શાક બનાવવાની રીત (Hotel-Style Paneer Sabzi Recipe):
પનીર તૈયાર કરવું (Preparing Paneer):
- 200 ગ્રામ પનીર ને તમારા મનપસંદ ટુકડામાં કાપી લો.
- એક વાસણમાં પનીરના ટુકડા લઈ, તેમાં 1/8 ચમચી મીઠું, 1/2 ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી મેરીનેટ કરો.
- એક કડાઈમાં 1 મોટી ચમચી તેલ અથવા બટર ગરમ કરો.
- મેરીનેટ કરેલા પનીરના ટુકડાને મીડિયમ ગેસની ફ્લેમ પર ધીમા તાપે સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ખાસ ધ્યાન રાખો કે પનીર કડક ન થાય, નહીંતર તેનો સ્વાદ સારો નહીં લાગે. શેકેલા પનીરને એક પ્લેટમાં કાઢી લો અને બાજુ પર રાખો.
ગ્રેવી તૈયાર કરવી (Preparing Gravy):
- એ જ કડાઈમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો. જો તમને ઢાબા સ્ટાઈલનો સ્વાદ જોઈતો હોય, તો તેમાં 1 મોટી ચમચી બટર ઉમેરી શકો છો.
- તેમાં આખા ગરમ મસાલા જેવા કે 1 નાનો ટુકડો તમાલપત્ર, 1 નાનો ટુકડો તજ, 1 મોટી ઈલાયચી, 1 નાનો ટુકડો બાદીયા, અને 2-3 સૂકા લાલ મરચાં ઉમેરી, સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
- પછી તેમાં 2 મધ્યમ કદની બારીક સમારેલી ડુંગળી અને 3-4 લીલા મરચાં ઉમેરી, ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે તેમાં 1 મોટી ચમચી આદુ-લસણ પેસ્ટ ઉમેરી, તેની કાચી વાસ દૂર થાય ત્યાં સુધી શેકો.ત્યારબાદ તેમાં પાવડર મસાલા જેવા કે 1/4 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જીરું પાવડર અને 1/2 ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.
- સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- પછી તેમાં 2 મધ્યમ કદના ટામેટાંની પ્યુરી ઉમેરી, બરાબર મિક્સ કરો અને મીડિયમ ફ્લેમ પર 5-7 મિનિટ સુધી કુક કરો, જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે.
- ગ્રેવીની કન્સિસ્ટન્સીને પાતળી કરવા માટે 1 કપ પાણી ઉમેરી, એક ઉભરો આવવા દો.
- 1 મોટી ચમચી કસૂરી મેથી ને હાથથી મસળીને ગ્રેવીમાં ઉમેરો.
- ગ્રેવીને ઢાંકીને 5 મિનિટ માટે ધીમા તાપે કુક કરો, જેથી બધા ફ્લેવર્સ બરાબર ભળી જાય.
શાક તૈયાર કરવું (Finishing the Sabzi):
- શેકેલા પનીરના ટુકડાને ગ્રેવીમાં ઉમેરો.
- હળવા હાથે મિક્સ કરો.
- ઉપરથી તાજી સમારેલી કોથમીરથી સજાવો. તૈયાર છે હોટેલ જેવું પનીરનું શાક.
- ગરમાગરમ રોટલી, પરાઠા, નાન કે ભાત સાથે સર્વ કરો.
