Moong Dal Recipe: ગુજરાતી સ્ટાઈલમાં બનાવો મગની કઢી, જાણો સરળ રેસિપી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 28 Dec 2023 06:53 PM (IST)Updated: Thu 28 Dec 2023 06:58 PM (IST)
how-to-make-moong-dal-recipe-in-gujarati-mag-ni-dal-banavani-rit-257369

Gujarati Moong Dal Recipe: કઢીની વાત આવે એટલે સામાન્ય રીતે છાસમાંથી બનતી ખાટી અને ગળી કઢી આપણી સામે આવે. પરંતુ આજે ગુજરાતી જાગરણ તમને મગમાંથી બનતી ખાટી કઢીની રેસિપી જણાવશે. એ પણ ગુજરાતી સ્ટાઈલમાં.

જરૂરી સામગ્રી

  • એક વાટકો મગદાળ
  • અડધો કપ દહી
  • ચણાનો લોટ
  • થોડું દહી
  • હીંગ
  • હળદર
  • રાઈ
  • જીરું
  • મીઠો લીમડો
  • આદુ
  • કોથમરી
  • મીઠું

બનાવવાની રીત

  • સૌપ્રથમ મગદાળને પાણીમાં પલાળી દો. પાંચેક કલાક પહેલા પલાળી દો. પછી તેમાંથી પાણી અલગ કરી દો.
  • હવે એક વાસણમાં ચણાનો લોટ, દહી, હીંગ, મીઠું, એક કપ પાણી ઉમેરી મિશ્રણ બનાવો.
  • પછી કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં વઘાર માટે રાઈ, જીરું, મીઠો લીમડો, હળદર વગેરે ઉમેરો.
  • પછી તેમા લીલા મરચાનું કટિંગ, આદું ઉમેરો. હવે તેમાં દહીં અને ચણાના લોટનું મિશ્રણ અને મગદાળ ઉમેરો. પછી તેને ઉકળવા દો.
    બરાબર ચડી ગયા બાદ તેમા કોથમરી ઉમેરો. (તસવીર સૌજન્ય- પ્રિન્ટરેસ્ટ)

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.