Dudhi Halwa Recipe: સામાન્ય રીતે દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવતું હોય છે. પરંતુ દૂધીના હલવાની વાત આવે તો ભાગ્યે જ કોઈ ના પાડતું હોય છે. તો ચાલો આજે બનાવીએ દૂધીનો હલવો. તો નોંધી લો દૂધીના હલવાની રેસીપી
દૂધીનો હલવો બનાવવાની સામગ્રી
- દુધી,
- ઘી,
- મલાઈ,
- એલચી પાવડર,
- ખાંડ,
- ડ્રાયફ્રૂટ્સ.
દૂધીનો હલવો બનાવવાની રીત
- સૌ પ્રથમ દુધીની છાલ ઉતારીને ખામણી લો.
- હવે એક પેનમા ઘી ગરમ કરીને તેમાં ડ્રાયફ્રૂટ્સને શેકી લો.
- પછી તેમાં ખામણેલી દૂધી નાખીને સાંતળી લો.
- હવે તેમાં ખાંડ અને દૂધ નાખીને સારી રીતે પકાવો.
- હવે તેમાં મલાઈ નાખી મિક્સ કરીને પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખી મિક્સ કરો.
- તૈયાર છે દૂધીનો હલવો તમે સર્વ કરી શકો છો. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)
