સાબુદાણા ખીચડી કે દાળ ખીચડી, વજન ઘટાડવા માટે શું છે વધારે ફાયદાકારક?

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Sun 23 Oct 2022 08:00 AM (IST)Updated: Sun 23 Oct 2022 08:00 AM (IST)
how-many-calories-are-found-in-sabudana-khichdi

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ખિચડી સૌથી બેસ્ટ ગણાય છે, પરંતુ ઘણીવાર લોકો કઈ ખીછડી ખાવી એ અંગે કંફ્યૂઝનમાં રહે છે.

વજન ઘટાડવાનું કામ કોઈ ચેલેન્જ કરતાં જરા પણ ઓછું નથી. કસરત, યોગ, ઘણા પ્રકારના મીલ પ્લાન્સ, જ્યૂસ, બૉડી ડિટૉક્સવાળા ફૂડ વજન ઘટાડવા માટે બીજું પણ ઘણું કરવું પડે છે. વજન ઘટાડવા માટે કેટલાક લોકો ડાયટિશિયન અને એક્સપર્ટની સલાહ લે છે અને ડાયટા પ્લાન બનાવડાવે છે. જોકે ઘણીવાર ડાયટિશિયનના વેટ લૉસની રેસિપી એટલી કૉમ્લિકેટેડ હોય છે કે, લોકો તેને બનાવતાં બચે છે. ખાસ વાત એ છે કે, વેટ લૉસ જર્ની દરમિયાન જ ભૂખ વધારે લાગે છે. ભૂખને નિયંત્રણમાં કરવા માટે કેટલાક લોકો મેગી, સેન્ડવિચ અને બર્ગર ખાઈ લે છે, જે ખોટું છે. જો તમે વજન ઘટાડવાનું પ્લાનિંગ કરતા હોવ અને કોઈ હેલ્ધી વિકલ્પ શોધતા હોવ તો, ડાયટમાં ખીચડીનો સમાવેશ કરી શકો છો.

વજન ઘટાડવા માટે દાળ ખીચડી (Dal Khichdi For Weight Loss) અને સાબુદાણા ખીચડી (Sabudana Khichdi For Weight Loss) બંને બહુ સારાં ગણાય છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે, દાળ ખીચડી, સાબુદાણા ખીચડીની સરખામણીમાં વેટ લૉસમાં વધારે ફાયદાકારક ગણાય છે. આજે લોકોના આ કંફ્યૂઝનને ક્લિયર કરવા માટે અમે જણાવશું કે, દાળ ખીચડી અને સાબુદાણા ખીચડીમાં વજન ઘટાડવા માટે શું મદદરૂ સાબિત થઈ શકે છે.

સાબુદાણા ખીચડીમાં કેટલી કેલરી હોય છે? - How many calories are found in Sabudana Khichdi
સાબુદાણાની ખીચડીનું સેવન મોટાભાગના લોકો ઉપવાસમાં કરે છે. ડાયટિશિયન શ્રેયા અગ્રવાલનું કહેવું છે કે, 100 ગ્રામ સાબુદાણા ખીચડીમાં 355 કેલરી, 94 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 0.2 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય સાબુદાણા ખીચડી પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમનો બહુ સારો સોર્સ છે. સાબુદાણા ખીચડીની સૌથી સારી વાત એ છે કે, તે ગ્લૂટેન ફ્રી હોય છે એટલે ડાયાબિટીસના દર્દી પણ ચિંતા વગર તેનું સેવન કરી શકે છે.

સાબુદાણા ખીચડી ખાઈને વજન ઘટાડી શકાય છે? - Can I lose weight by eating sabudana khichdi?
વાત જ્યારે સાબુદાણાની ખીચડી ખાઈને વજન ઘટાડવાની આવે છે ત્યારે બહુ ઓછા લોકો તેને માને છે. કારણકે તેને બનાવવામાં વધારે સમય લાગે છે. ઘણાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે, સાબુદાણામાં ખીચડીમાં હાઇ ફાઈબર હોય છે, એટલે તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે વજન ઘટાડવાની જર્ની દરમિયાન એક વાટકી કરતાં વધારે સાબુદાણાનું સેવન કરવું ન જોઈએ.

દાલ ખીચડીમાં કેટલી કેલરી હોય છે? - How many calories are found in Dal Khichdi?
100 ગ્રામ દાળ ખીચડીમાંથી 342 કેલરી મળે છે. નામથી જ એ વાત સ્પષ્ટ થાય છે કે તેમાં ઘણા પ્રકારની દાળોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે તે પ્રોટીનનો બહુ સ્ત્રોત છે. પ્રોટીન કોશિકાઓને વધારવા માટે બહુ જરૂરી છે. ડાયટિશિયનું કહેવું છે કે, દાળ ખીચડીનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. જેના કારણે તે વજન ઘટાડવામાં મદદરૂપ રહે છે. સાથે-સાથે દાળ ખીચડીમાં ફાઈબર, ફોલિક એસિડની માત્રા પણ બહુ સારી હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ ફાયદાકારક ગણાય છે. વજન ઘટાડવા માટે દાળ ખીચડી બહુ ફાયદાકારક ગણાય છે. વજન ઘટાડવા માટે દાળ ખીચડી બહુ ફાયદાકારક છે, પરંતુ તેમાં વધારે માત્રામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ.

વજન ઘટાડવા માટે શું વધારે ફાયદાકારક ગણાય છે?
ડાયટિશિયનનું કહેવું છે કે, વજન ઘટાડવા માટે તેમ તમારા રોજિંદા ડાયટમાં સાબુદાણા ખીચડી કે દાલ ખીચડી બંનેમાંથી કોઈપણ એકનો સમાવેશ કરી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે તેની માત્રાનું.

Disclaimer
આ માહિતીની સટિકતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવાના હરસંભવ પ્રયત્ન કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાતી જાગરણની નથી. અમારી તમને નમ્ર વિનંતિ છે કે, કોઈપણ ઉપાય અજમાવતાં પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક ચોક્કસથી કરો. અમારો ઉદ્દેશ્ય તમને માહિતી આપવાનો છે.