શિયાળામાં દાઢે વળગશે મેથી પનીરના ગરમા ગરમ પરાઠા, જાણો સરળ રેસિપી

આજે અમે તમારી માટે એક યુનિક પરાઠાની રેસિપી લઈને આવ્યા છીએ. તેમે મેથીના પરાઠાને પનીરનો ટ્વિસ્ટ આપી શકો છો. તેનો સ્વાદ બધાને પસંદ આવશે. તો ચાલો જાણીએ ટેસ્ટી મેથી પનીર પરાઠાની રેસિપી….

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Tue 12 Dec 2023 04:00 AM (IST)Updated: Tue 12 Dec 2023 04:00 AM (IST)
hot-fenugreek-paneer-parathas-will-be-loved-in-winter-know-easy-recipes-247643

શિયાળાની ઋતુમાં સવારે ગરમા ગરમ મેથીના પરાઠા ખાવાની મજા આવે છે. મેથીના પરાઠાને શિયાળાની ઋતુમાં સૌથી વધારે પસંદ કરવામાં છે. મેથીના પરાઠા તમે અનેકવાર ખાધા હશે, પરંતુ આજે અમે તમારી માટે એક યુનિક પરાઠાની રેસિપી લઈને આવ્યા છીએ. તેમે મેથીના પરાઠાને પનીરનો ટ્વિસ્ટ આપી શકો છો. તેનો સ્વાદ બધાને પસંદ આવશે. તો ચાલો જાણીએ ટેસ્ટી મેથી પનીર પરાઠાની રેસિપી….

મેથી પનીર પરાઠાની સામગ્રી
200 ગ્રામ મેથીના પાન, 200 ગ્રામ પનીર, 2 કપ લોટ, 1 કપ ચણાનો લોટ, 1/2 કપ દહીં, 2 આખા સૂકા લાલ મરચા, 2 લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો, 9-10 લસણની કળી, સ્વાદ મુજબ મીઠું, હળદર પાવડર, કસૂરી મેથી, લાલ મરચું પાવડર

મેથી પનીર પરાઠા બનાવવાની રીત

સૌથી પહેલા મેથીના પાનને ડાળીમાંથી અલગ કરીને સારી રીતે ધોઈને કાપી લો. સૂકા લીલા મરચાં, આખા સૂકા લાલ મરચાં, આદુ અને લસણને મિક્સર જારમાં પીસી લો.

હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં મરચાં અને આદુની પેસ્ટ ઉમેરો. સાથે તેમાં દહીં, ચણાનો લોટ, મીઠું, હળદર પાવડર, કસૂરી મેથી નાખીને મિક્સ કરી લો.

ઝીણી સમારેલા મેથીના પાનને ઉમેરો અને પાણી ઉમેરી લોટ બાંધી લો. પનીરને છીણીને બાજુ પર રાખી લો. હવે લોટમાંથી એક બોલ લઈને તેને ગોળ રોટલી બનાવી લો. પછી તેના પર તેલ ફેલાવો અને પનીરને રોટલી પર લગાવો.

પછી ત્રિકોણાકાર આકાર આપીને પરાઠાને વણી લો. હવે ગેસ પર એક તવાને ગરમ કરો અને વણેલા પરાઠાને તેના પર મુકો. તવા પર મૂકેલા પરાઠાને સોનેરી થાય ત્યાં સુધી સેકો. તૈયાર છે ટેસ્ટી મેથી પનીરના પરાઠા. તેને રાયતા કે ચટણીની સાથે ગરમાગરમ સર્વ કરો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.