Potato Chips Recipe: બટાકાની વફર્સ બનાવવાની સિઝન આવી ગઈ છે. લોકો આખા વર્ષ માટે સંગ્રહ કરી શકાય તે માટે બટાકાની વેફર્સ આ સિઝનમાં બનાવી લેતા હોય છે. ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે કે બટાકાની વેફર કેવી રી બનાવવી. વળી આખું વર્ષ તે વેફર્સ ખરાબ પણ નહીં થાય. તો ચાલો બનાવીએ આખા વર્ષ માટેની બટાકાની વેફર્સ
બટાકાની વેફર્સ બનાવવાની સામગ્રી
- બટાકા
- મીઠુ
- પાણી
બટાકાની વેફર્સ બનાવવાની રીત
- બટાકાની છાલ ઉતારી પાણીમાં મૂકી દો.
- મશીનની મદદથી પતલી સ્લાઈસ બનાવી લો.
- ગેસ પર મોટા વાસણમાં પાણી ઉકળા મૂકો.
- તેમા પુરતા પ્રમાણમાં મીઠું ઉમેરો.
- પાણી બરાબર ઉકળી ગયા પછી તેમા આ બટાકાની સ્લાઈસ મૂકતા રહો.
- બરાબર બફાઈ ગયા પછી આ સલાઈસને બહાર કાઢી એક એક સ્લાઈસ અલગ સુકવી દો.
- પંખા નીચે પણ તમે સુકવી શકો શકો છો. એક તરફ સુકાઈ ગયા પછી તેને ફરેવી લો. બીજા દિવસે એક કોટનના દુપટ્ટામાં લઈ તડકે તમે મૂકી શકો છો.
- એકદમ સુકાઈ ગયા પછી તેને સરસ રીતે પેક કરી સ્ટોર કરી દો. જ્યારે પણ ઉપવાસ કે ખાવાનું મન થાય ત્યારે તેલ ગરમ કરી તળી લો. તૈયાર છે તમારી બટાકાની વેફર.
