Ganesh Chaturthi 2024: ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પા માટે બનાવો મોતીચુરના લાડુ, નોંધી લો આ સરળ રેસીપી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 05 Sep 2024 04:10 PM (IST)Updated: Thu, 05 Sep 2024 04:10 PM (IST)
ganesh-chaturthi-2024-how-to-make-motichur-laddu-recipe-for-ganpati-prasad

Ganesh Chaturthi 2024: ગણેશોત્સવ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે, જેને ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) કહેવામાં આવે છે. આ દિવસથી 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી લોકો ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરીને તેમની પૂજા કરે છે. આ દરમિયાન બાપ્પાની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાને લાડુ (Ganesh Chaturthi Bhog) ખૂબ જ પસંદ છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે મોતીચુરના લાડુ બનાવવાની સરળ રેસીપી.

મોતીચુરના લાડુ બનાવવા માટેની સામગ્રી

naidunia_image

બૂંદી માટે

  • 1 કપ ચણાનો લોટ
  • 1/2 કપ પાણી
  • તળવા માટે દેશી ઘી

ચાસણી માટે

  • 1 કપ ખાંડ
  • 1/2 કપ પાણી
  • 1/4 ચમચી એલચી પાવડર

મોતીચુરના લાડુ બનાવવાની રીત

naidunia_image

બુંદી બનાવવાની રીત

  • ચણાનો લોટ અને પાણીને સારી રીતે મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવી લો.
  • એક પેનમાં તેલ ગરમ કરીને દેશી ઘીમાં ખીરું નાખીને જાળી કે ચમચી વડે નાના કાણાં પાડી બૂંદી બનાવી લો.
  • બૂંદીને સોનેરી થાય ત્યાં સુધી તળો અને પ્લેટમાં કાઢી લો.

ચાસણી બનાવવાની રીત

  • એક પેનમાં ખાંડ અને પાણી નાખી ગેસ પર મૂકો.
  • ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય પછી તેમાં એલચી પાવડર નાખીને એક તારની ચાસણી બનાવી લો.

લાડુ બનાવવાની રીત

  • તળેલી બૂંદીને ચાસણીમાં નાખીને બરાબર મિક્સ કરી લો.
  • ગેસ બંધ કરી દો અને જ્યાં સુધી બુંદીમાં બધી ચાસણી શોષાઈ ન જાય ત્યાં સુધી મિશ્રણને હલાવતા રહો.
  • જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે હાથ પર થોડું ઘી લગાવી નાના-નાના લાડુ બનાવી લો.

લાડુ બનાવતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

  • ધ્યાન રાખો કે, બૂંદીને તળતી વખતે તેનો રંગ વધુ ઘેરો ન થઈ જાય.
  • ચાસણીની યોગ્ય જાડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • ચાસણી બહુ પાતળી હશે તો લાડુ તૂટી જશે અને જો વધારે જાડી હશે તો લાડુ કડક થઈ જશે.
  • લાડુ બનાવતા પહેલા હાથ પર થોડું ઘી લગાવો. જેથી લાડુ સરળતાથી બની જાય.