Dhokla Recipe: સાંજના નાસ્તા માટેની પરફેક્ટ વાનગી એટલે ઢોકળા. સરસ ઢોકળા ઘરે કેવી રીતે બવાનવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં આવશે. તો ચાલો બનાવીએ ઢોકળા.
ઢોકળા બનાવવાની સામગ્રી
- ચોખા,
- ચણાની દાળ,
- મગની દાળ,
- અડદની દાળ,
- પાણી,
- આદુ,
- મીઠું,
- દહીં,
- ઈનો,
- મરચું પાવડર,
- તેલ,
- લીલા મરચા,
- રાઈ,
- તલ
- મીઠો લીમડો વગેરે.
ઢોકળા બનાવવાની રેસિપી
- ઢોકળા બનાવવા માટે પહેલા ચોખા અને તમામ દાળને સારા પાણીએ ધોઈ લો. પછી પાણી ઉમેરી તેને પલાળી રાખો.
- ઢોકળામાં જરૂરી છે ટેસ્ટી મસાલા, તે માટે મિક્સરમાં આદુ, લીલું મરચું પીસી લો. પછી તે જ મિક્સર જારમાં આ પલાળેલા ચોખા અને દાળમાંથી પાણી કાઢી તેને પીસી લો. પીસતી વેળાએ થોડું દહીં પણ ઉમેરવું.
- પછી આ બેટરમાં આદુ-મરચાની પેસ્ટ, હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
- હવે એક ઢોકરીયામાં પાણી ગરમ કરવા મૂકો તેમાં બીજા એક વાસણમાં ખીરું લો અને તેમાં તેલ, ઈનો અને થોડું પાણી નાખીને સારી રીતે ફેટી લો.
- ઢોકળાની થાળીમાં તેલ લગાવીને તેમાં ખીરું રેડીને તેના પર 1 ચમચી મરચું છાંટીને તેને ઢોકરીયામાં મૂકી ઢાંકણ બંધ કરીને 15 મિનિટ સ્ટીમ કરી લો.
- આપણા ઢોકળા તૈયાર છે, તમે તેને શિંગ તેલ અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
- વધાર કરવા માટે તમે તેને કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, મીઠા લીમડાના પાન અને તલ નાખો. પછી તેમા ઢોકળાને ઉમેરી વધાર કરી લો.
