Dudhi Na Muthiya: પોચા ટેસ્ટી દૂધીનાં મુઠીયા બનાવવાની રીત

દૂધીના સોફ્ટ મુઠીયા ખાવાની મજા અલગ છે. દૂધીના મુઠીયા મોટા ભાગના ઘરોમાં બનતા હોય છે. સાંજે ચા સાથે દૂધીના મુઠીયા ખાવાની મજા અલગ છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 04 Sep 2025 05:29 PM (IST)Updated: Thu 04 Sep 2025 05:29 PM (IST)
dudhi-na-muthiya-recipe-in-gujarati-597410

Dudhi Na Muthiya Recipe: દૂધીના સોફ્ટ મુઠીયા ખાવાની મજા અલગ છે. દૂધીના મુઠીયા મોટા ભાગના ઘરોમાં બનતા હોય છે. સાંજે ચા સાથે દૂધીના મુઠીયા ખાવાની મજા અલગ છે. આજે ગુજરાતી જાગરણ તમને દૂધીના મુઠીયા કેવી રીતે બનાવવા જેથી તે સોફ્ટ બને તે જણાવશે. ચાલો જાણીએ દૂધીના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત(Dudhi na Muthiya Recipe in Gujarati).

દૂધીના મુઠીયાની સામગ્રી: (એકદમ નવી ટ્રીકથી દૂધીના મુઠીયા બનાવવાની રીત | Easy Dudhi Muthiya Recipe)

  • લોટ બાંધવા માટે:
  • દૂધી: 1 નંગ, છીણેલી
  • ઘઉંનો કરકરો લોટ: 1 વાટકી
  • ચણાનો લોટ: 2 ચમચી
  • રવો (સોજી): 2 ચમચી
  • આદુ-મરચા-લસણની પેસ્ટ: 1 ચમચી
  • કોથમીર (લીલા ધાણા): સમારેલી
  • હળદર: અડધી ચમચી
  • લાલ મરચું પાઉડર: 2 ચમચી
  • ખાંડ: 2 મોટી ચમચી
  • તેલ: 3 ચમચી (મોણ માટે)
  • ખાવાનો સોડા: એક ચપટી
  • લીંબુનો રસ: 1 નંગ લીંબુનો
  • મીઠું: સ્વાદ અનુસાર
  • વઘાર માટે:
  • તેલ: 1 મોટી ચમચી
  • રાઈ: જરૂર મુજબ
  • તલ: 1 ચમચી
  • લીમડાના પાન: થોડા
  • સૂકા લાલ મરચાં: સ્વાદ મુજબ
  • હળદર: ચપટી
  • લીંબુનો રસ: અડધી ચમચી
  • કોથમીર (લીલા ધાણા): ગાર્નિશિંગ માટે

દૂધીના મુઠીયા બનાવવાની રીત: (પોચા ટેસ્ટી દૂધીના મુઠીયા બનાવવાની રીત | Doodhi na Muthiya | muthia recipe | દૂધીના મુઠીયા આસાન રીતે)

લોટ તૈયાર કરવાની વિધિ:

  • 1). સૌ પ્રથમ, એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ અને રવો લો.
  • 2). તેમાં છીણેલી દૂધી ઉમેરો.
  • 3). હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, કોથમીર, હળદર, લાલ મરચું પાઉડર અને ખાંડ ઉમેરો.
  • 4). પછી તેમાં ત્રણ ચમચી તેલ (મોણ), સ્વાદ મુજબ મીઠું, એક ચપટી ખાવાનો સોડા અને એક લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરો.
  • 5). દૂધીના પાણીથી જ લોટ બાંધો. જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરવું. એકદમ સોફ્ટ લોટ તૈયાર કરો.
  • 6). તૈયાર થયેલા લોટને 5 થી 7 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

મુઠીયા બનાવવા અને બાફવાની વિધિ: (એકદમ પોચા દૂધી ના મુઠીયા બનાવવા ની પરફેક્ટ રીત બધી ટિપ્સ સાથે | Dudhi Na Muthiya | Lauki Muthiya)

  • 1). હાથ પર થોડું તેલ લગાવી લો જેથી લોટ ચોંટે નહીં.
  • 2). લોટમાંથી થોડો ભાગ લઈ તેને બે હથેળીની વચ્ચે દબાવીને મુઠીયાનો આકાર આપો. આ રીતે બધા મુઠીયા તૈયાર કરી લો.
  • 3). એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો.
  • 4). સ્ટીમરની પ્લેટ પર મુઠીયા ગોઠવીને તેને 1૦-1૫ મિનિટ માટે વરાળથી બાફી લો.
  • 5). મુઠીયા બફાઈ ગયા છે કે નહીં તે ચપ્પુ નાખીને તપાસો. જો ચપ્પુ સાફ બહાર આવે તો મુઠીયા તૈયાર છે.
  • 6). મુઠીયાને બહાર કાઢીને સંપૂર્ણપણે ઠંડા થવા દો. ગરમ હોય ત્યારે કાપવાથી તે તૂટી શકે છે.
  • 7). ઠંડા થયા પછી તેને નાના ટુકડામાં કાપી લો.

વઘાર કરવાની વિધિ: (પોચા ટેસ્ટી દૂધીનાં મુઠીયા બનાવવાની રીત | Dudhi Na Muthiya | Lauki Muthiya | Gujarati Muthiya Recipe)

  • 1). એક કડાઈમાં એક મોટી ચમચી તેલ ગરમ કરો.
  • 2). તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, લીમડાના પાન અને સૂકા લાલ મરચાં ઉમેરો.
  • 3). સારો રંગ આવે તે માટે ચપટી હળદર ઉમેરો.
  • 4). હવે તેમાં કાપેલા મુઠીયાના ટુકડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.
  • 5). મુઠીયાને તેલમાં બે મિનિટ માટે સાંતળી લો.
  • 6). છેલ્લે, અડધા લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • 7). તમારા સ્વાદિષ્ટ અને સોફ્ટ દૂધીના મુઠીયા પીરસવા માટે તૈયાર છે.