Diwali 2024: મિલ્ક પાવડરથી બનાવી લો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ, આ સરળ રેસીપી ફોલો કરો

દિવાળીના તહેવારમાં ઘરે આવતા મહેમાનોને મિઠાઈ આપવામાં આવે છે. ત્યારે આજે અમે તમને મિલ્ક પાવડરથી સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe) બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 05 Oct 2024 11:52 AM (IST)Updated: Sun, 06 Oct 2024 03:36 PM (IST)
diwali-2024-how-to-make-gulab-jamun-recipe-with-khoya-and-milk-powder

Diwali 2024, Gulab Jamun Recipe, ગુલાબ જાંબુની રેસીપી: મિઠાઈ ખાતા લોકોને ગરમાગરમ ગુલાબ જાંબુનો સ્વાદ ખૂબ જ ગમતો હોય છે. દિવાળી (Diwali 2024) ના તહેવારમાં ઘરે આવતા મહેમાનોને મિઠાઈ આપવામાં આવે છે. ત્યારે તમે ઘરે આવતા મહેમાનોને સોફ્ટ ટેસ્ટી ગુલાબ જાંબુ બનાવીને સર્વ કરી શકો છો. અમે તમને મિલ્ક પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે સરળતાથી ગુલાબ જાંબુ બનાવી શકો છો.

ગુલાબ જાંબુ બનાવવા માટેની સામગ્રી

  • બે કપ મિલ્ક પાવડર
  • જરૂર મુજબ ઘી
  • દોઢ કપ પાણી
  • ઘી તળવા માટે ચાસણી માટે
  • અડધો કપ દૂધ (ફુલ ક્રીમ)
  • ત્રણ ચમચી રિફાઈન્ડ લોટ
  • એક ચપટી બેકિંગ પાવડર
  • એક ચપટી કેસર
  • એક વાટકી ખાંડ
  • અડધી ચમચી એલચી પાવડર

ગુલાબ જાંબુ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક પેનમાં મીડીયમ આંચ પર ઘી ગરમ કરી લો.
  • ઘી ગરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • દૂધ ગરમ થાય કે તરત જ આંચ બંધ કરીને તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  • જ્યારે દૂધ નવશેકું હોય ત્યારે તેમાં મિલ્ક પાવડર અને રિફાઈન્ડ લોટ ઉમેરીને બરાબર મસળી લો.
  • હવે આ મિશ્રણથી ગોળ આકાર બનાવી લો.
  • આ દરમિયાન ચાસણી બનાવવા માટે, મધ્યમ આંચ પર એક પેનમાં ખાંડ અને પાણી મૂકીને તેને ઉકળવા રાખો.
  • ચાસણીને સારી રીતે પકાવીને તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરીને ગેસ બંધ કરી દો.
  • મધ્યમ આંચ પર એક પેનમાં ઘી ગરમ કરો.
  • ઘી ગરમ થાય એટલે તેમાં ગુલાબ જાંબુને તળી લો.
  • આંચ બિલકુલ વધારશો નહીં.
  • ગુલાબ જાંબુ લાઈટ બ્રાઉન થાય એટલે તેને ખાંડની ચાસણીમાં નાખો.
  • બધા ગુલાબ જાંબુને ફ્રાય કરીને ખાંડની ચાસણીમાં મૂકો.
  • થોડા કલાકો પછી તમે જોશો કે તે તૈયાર છે.
  • તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ.