Curd and Garlic Chutney Recipes: લસણની ચટણી ઘણા લોકોને ખુબ ભાવતી હોય છે. આજે અલગ રીતે લસણ અને દહીંની ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
લસણની ચટણીની સામગ્રી
- લસણની કળીઓ
- 4 સૂકા લાલ મરચાં
- તેલ
- 1 કપ દહીં
- 1 ઇંચ આદુ
- 2 ટામેટાં
- સ્વાદ પ્રમાણે મીઠું
લસણની કેવી રીતે બનાવવી?
- સૌ પ્રથમ લસણને છોલી લો.
- હવે ટામેટાં અને આદુને સારી રીતે ધોઈ લો અને નાના ટુકડા કરી લો.
- સૂકા લાલ મરચાં પાણીમાં પલાળીને બાજુ પર રાખો.
- હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો.
- હવે લસણ, આદુ અને ટામેટા નાખીને સારી રીતે પાકવા દો.
- લાલ મરચાને વાટીને ઉમેરો.
- લસણ અને આદુની પેસ્ટમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને બધું મિક્સ કરો.
- હવે આ પેસ્ટને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- ચટણી ઠંડી થાય એટલે તેમાં 1કપ દહીં ઉમેરો.
- હવે ચટણીને સારી રીતે મિક્સ કરો.
- બસ, તમારી દહીં, ટામેટા અને લસણની ચટણી તૈયાર છે.