Gajar Halwa Recipe: શિયાળાની સિઝનમાં હલવો ખાવાની મજા જ અલગ હોય છે. એમાં પણ શિયાળામાં ગાજરનો હલવો મળી જાય તો તેની વાત જ અલગ છે. મોટાભાગના લોકોને ગાજરનો હલવો પસંદ હોય છે. ઘરે ગાજરનો હલવો બનાવવો ખૂબ જ સરળ છે. તે ટેસ્ટી હોવા ઉપરાંત પૌષ્ટિક પણ હોય છે. ત્યારે જાણો શિયાળામાં ગાજરનો હલવો બનાવવાની સરળ રેસિપી.
- રેસિપી: ભારતીય
- કેટલા લોકો માટે: 2-4
- સમય: 30 મિનિટથી 1 કલાક
ગાજરનો હલવો બનાવવા માટેની સામગ્રી
- 4 થી 5 મોટી સાઇઝની ગાજર
- એક કપ દૂધ
- અડધો કપ માવા
- 1/4 કપ ઘી
- અડધો કપ ખાંડ
- 5 પીસેલી એલચી
- 7 થી 8 બારીક સમારેલા કાજુ
- 7 થી 8 ઝીણા સમારેલા બદામ
- 4 થી 5 બારીક સમારેલા પિસ્તા
- 8 થી 10 ધોયેલા કિસમિસ

ગાજરનો હલવો બનાવવાની રીત
- સૌ પ્રથમ ગાજરને ધોઈને છીણી લો.
- હવે એક પેનમાં દૂધ નાખીને ગરમ કરો. તેમાં છીણેલું ગાજર ઉમેરીને મધ્યમ આંચ પર પકાવો.
- એક મોટી ચમચી વડે દૂધ અને ગાજરને હલાવતા રહો.
- ગાજરમાંનું પાણી સુકાયા બાદ અને દૂધ ઘટ્ટ થઈ ગયા બાદ તેને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ ગાજરમાં ઘી અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- ગાજર રાંધ્યા બાદ પાણી સુકાઈ જાય ત્યારબાદ મેશ કરતા તેમાં માવો ઉમેરી દો.
- છેલ્લે હલવામાં કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ અને ઈલાયચી ઉમેરીને મધ્યમ તાપ પર રાંધો.
- તૈયાર છે સ્વાદિષ્ટ ગાજરનો હલવો.
- ગાજરના હલવાને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.