Bharela Marcha na Bhajiya Recipe: ભરેલા મરચાના ભજીયાનું નામ પડે એટલે મોઢામાં પાણી આવી જાય છે. ટસ્ટી અને સ્વાદિષ્ટ ભરેલા મરચાના ભજીયા ઘરે કેવી રીતે બનાવવા એ આજે તમને અહીં ગુજરાતી જાગરમ જણાવશે.
ભરેલા મરચામાં સૌથી મહત્વનો છે તેની અંદર ભરવાનો મસાલો. તો એ મસાલો પણ સરસ રીતે અને સરળતાથી ઘરે કેવી રીતે બનાવી શકાય તે અહીં તમને અમે જણાવીશું.
ભરેલા મરચાના ભજીયા બનાવવાની સામગ્રી
- મરચા
- મીઠું
- તેલ
- શીંગનો ભૂકો
- ગરમ મસાલો
- હળદર
- લાલ મરચું
- ધાણાજીરું
- ખાંડ
- લીંબુ
- ચણાનો લોટ
- ખાવાનો સોડા
ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત
- 10 મરચા લઈ લો. તેના પર કાપો મારી તેના બી અને નસો કાઢી લો.
- મરચા ડૂબે તેટલું એક તપેલીમાં ગરમ પણી લો તેમાં બે ચમચી મીઠું ઉમેરી આ મરચાને મૂકી દો.
- હવે એક કઢાઈમાં થોડું તેલ મૂકો. તેમા પાંચ ચમચી ચણાનો લોટ ઉમેરો. 7 મિનિટ તેને શેકી લો.
- હવે તેને બાઉલમાં લઈ ઠંડો થવા દો, પછ તેમા શેકેલી શીંગનો ભૂકો ઉમેરો, પછી મીઠું, ગરમ મસાલો, હળદર, ધાણાજીરું, હીંગ, લાલ મરચું, ખાંડ, બે લીંબુ લીંબુનો રસ ઉમેરો. હવે થોડા કોથમરી ઉમેરી બધુ મિક્સ કરો.
- મરચામાંથી પાણી કાઢી આ મસાલો તેમા ભરી દો.
- હવે ભજીયાના બટર માટે તપેલીમાં ચણાનો લોટ લો. તેમા થોડો ચોખાનો લોટ, મીઠું, હળદર, હીંગ, લાલ મરચું ઉમેરી મિક્સ કરો. પછી પાણી ઉમેરી બેટર બનાવો.
- બેટર થોડું જાડું રહેવું જોઈએ, તેમા ખાવાનો સોડા અને તેલ ઉમેરો. પછી મરચાને ડૂબાડી પછી ગરમ તેલમાં તળી લો.
- પછી બન્ને બાજુએ ફેરવી તળી લો.
- તો તૈયાર છે તમારા બરેલા મરચાના ભજીયા. (તસવીર સૌજન્ય પ્રિન્ટરસ્ટ).
