Skin Care Tips: ઠંડી જગ્યાએ ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન? તો સ્કિનનું રાખો ખાસ ધ્યાન

ડ્રાય સ્કિનને શિયાળામાં વધુ કાળજીની જરુર પડે છે. આ સમયે ડ્રાય સ્કિન પર લાલાશ થવાની સાથે જ કેટલીકવાર સ્કિન ફાટી પણ જાય છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Fri 15 Dec 2023 05:30 AM (IST)Updated: Fri 15 Dec 2023 05:30 AM (IST)
skin-care-tips-planning-to-travel-to-a-cold-place-so-take-special-care-of-the-skin-249273

Dry Skin Care Tips For Winter Travel: શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન બનાવે છે. લોકો આ સમયે ઠંડી જગ્યાએ જવાનું પસંદ કરે છે. આ જગ્યાઓ પર ફૂંકાતા પવનો સ્કિનને ડ્રાય બનાવવાની સાથે સ્કિનના ગ્લોને પણ ઘટાડે છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે ફરવા જઈએ છીએ, ત્યારે આ સમય દરમિયાન આપણે સ્કિનની કાળજી ઘણી ઓછી રાખીએ છીએ, જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણી વધી જાય છે. ડ્રાય સ્કિનને શિયાળામાં વધુ કાળજીની જરુર પડે છે. આ સમયે ડ્રાય સ્કિન પર લાલાશ થવાની સાથે જ કેટલીકવાર સ્કિન ફાટી પણ જાય છે. જેના કારણે સ્કિન પર કોઈ ગ્લો પણ દેખાતો નથી. આવી સ્થિતિમાં જો તમે પણ શિયાળામાં બહાર ફરવા જઈ રહ્યા છો અને તમારી સ્કિન પણ ડ્રાય છે, તો આ ટિપ્સને ફોલો કરો.

હાઈડ્રેશનનું રાખો ખાસ ધ્યાન
જો તમે કોઈ એવી જગ્યાએ ફરવા જઈ રહ્યા છો, જ્યાં ખૂબ જ ઠંડી પડે છે, તો ત્યાં તમારા શરીરને હાઈડ્રેટ રાખો. આવી સ્થિતિમાં પાણીનું સેવન ઓછું ન કરો. વધારેમાં વધારે માત્રામાં પાણી, હર્બલ ટી, સૂપ વગેરેનું સેવન કરો. તેના સેવનથી તમારી ત્વચા અંદરથી ગ્લો કરશે.

સ્કિનને પ્રોટેક્ટ કરવી જરુરી
ઠંડી જગ્યાએ ત્વચાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે તમારે શિયાળામાં પણ સારા ક્લીંઝરનો ઉપયોગ કરવો પડશે. આ સાથે સારી ક્વોલિટીના ફેસ વોશનો ઉપયોગ કરવાનું ક્યારેય ન ભૂલો. ચહેરો ધોયા પછી શિયાળામાં તરત જ મોઈશ્ચરાઈઝર લગાવો અને સૌથી છેલ્લે સ્કિન પર સનસ્ક્રીન લગાવીને ત્વચાનો બચાવ કરો.

નાઈટ કેર રૂટીન ન ભૂલો
જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઈએ છીએ, ત્યારે થાકને કારણે આપણી ત્વચાનું ધ્યાન રાખવું આપણને યાદ નથી રહેતું. જ્યારે આ ખૂબ જ જરુરી છે. દરેક વ્યક્તિએ તેમની નાઈટ કેર રૂટિનને જરુર ફોલો કરવી જોઈએ. તેનાથી ત્વચા ગ્લો કરે છે.

સ્ક્રબ છે જરુરી સ્ટેપ
જે રીતે આપણે શ્વાસ લઈએ છીએ, તેવી જ રીતે આપણી ત્વચા માટે પણ શ્વાસ લેવો ખૂબ જ જરૂરી હોય છે. આવી સ્થિતિમાં શિયાળાની ઋતુમાં પણ સ્ક્રબ કરવાનું ભૂલશો નહીં. ખાસ કરીને જ્યારે તમે બહાર ફરવા જાઓ છો, ત્યારે ચહેરાની ગંદકી સાફ કરવા માટે ચહેરાને સ્ક્રબ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.