ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે મહિલાઓ શું-શું નથી કરતી? મોંઘા સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ કરવાની સાથે જ વિવિધ પ્રકારના ઉપાયો પણ અપનાવે છે. જો તમે સ્કિનમાં ચમક લાવવા માંગો છો તો સ્કિન કેર પ્રોડક્ટમાં કારેલાનો સમાવેશ કરો. કારેલા એક એવી કડવી શાકભાજી છે જે સ્વાસ્થ્યથી લઈને સ્કિન સમસ્યાઓ સુધીની દરેક વસ્તુને મટાડે છે. કારેલા ઔષધીય ગુણોથી ભરપૂર શાકભાજી છે જે સ્કિનમાં ચમક લાવે છે, સાથે જ કરચલીઓ અને ખીલથી પણ રાહત અપાવે છે. કારેલાનો સ્કિન પર ઉપયોગ ફેસ પેક બનાવીને કરવામાં આવે છે. આ પેકના ઉપયોગથી ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે અને સ્કિનમાં નિખાર આવશે. ચાલો જાણીએ કે કારેલા સ્કિન માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેનો ફેસ પેક કેવી રીતે તૈયાર કરવો.
ઓઈલી સ્કિન માટે ફેસ પેક
જો તમારી સ્કિન ઓઈલી છે તો તમે કારેલાના રસની સાથે મુલતાની માટીને મિક્સ કરીને લગાવો. આનાથી ચહેરાની ચીકાસ તો દૂર થશે જ, સાથે-સાથે બ્રેકઆઉટ વગેરેની ફરિયાદો પણ ખત્મ થઈ જશે.
જરૂરી સામગ્રી
- 1/4 કપ કારેલાનો રસ
- 1 ચમચી મુલતાની માટી
- 1 લીંબુનો રસ
ફેસપેક બનાવવાની રીત
- સૌથી પહેલા કારેલાનો રસ કાઢીને તેને ગાળી લો.
- હવે તેમાં મુલતાની માટી અને લીંબુનો રસ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
- ફેસને ક્લીન કરીને પેસ્ટને ચહેરા પર લગાવો.
- તેને 15-20 મિનિટ સુધી અથવા તે સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. છેલ્લે હુંફાળા પાણીથી ધોઈ લો.
ડ્રાય સ્કિન માટે
જો તમારી સ્કિન ડ્રાય છે તો આવી સ્થિતિમાં તમે કારેલાના રસની સાથે મધ અને દહીંને મિક્સ કરીને લગાવો. આ પેક તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરવામાં મદદ કરશે.
જરૂરી સામગ્રી
- 1/4 કપ કારેલાનો રસ
- 1 ચમચી મધ
- 1 ચમચી દહીં
ઉપયોગ કરવાની રીત
- કારેલાનો રસ કાઢીને તેમાં મધ અને દહીં મિક્સ કરો.
- ચહેરાને સાફ કરીને આ પેસ્ટને લગાવો.
- લગભગ 20-25 મિનિટ સુધી તેને આમ જ રહેવા દો અને અંતે હૂંફાળા પાણીથી ધોઈ લો.
કોમ્બિનેશન સ્કિન માટે પેક
કોમ્બિનેશન સ્કિન માટે કારેલા અને એલોવેરાનો ફેસ પેક ખૂબ જ સારો માનવામાં આવે છે. આ ફેસ પેક સ્કિનને ભેજ પણ પ્રદાન કરે છે અને ઓઈલ પ્રોડક્શનને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે.
જરૂરી સામગ્રી
- 1/4 કપ કારેલાનો રસ
- 2 ચમચી એલોવેરા જેલ
ઉપયોગ કરવાની રીત
- સૌથી પહેલા એલોવેરાના પાનને તોડીને જેલ કાઢી લો. સાથે જ કારેલાનો રસ પણ કાઢી લો.
- હવે આ બંનેને સારી રીતે મિક્સ કરી લો.
- તેને ચહેરા પર લગાવીને લગભગ 15-20 મિનિટ સુધી આ રીતે જ રહેવા દો.
- છેલ્લે હુંફાળા પાણીથી ધોઈ લો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.