Geyser Safety Tips: બાથરૂમમાં રહેલું ગીઝર બૉમ્બની જેમ ફાટી શકે છે, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન

પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતા હોવ, તો સાવધાન...કારણ કે તમારી નાની બેદરકારી ગીઝર ફાટવાનું કારણ બની શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 17 Nov 2024 09:01 PM (IST)Updated: Sun, 17 Nov 2024 09:01 PM (IST)
geyser-safety-tips-water-heater-explosion-warning-signs
HIGHLIGHTS
  • તમારી આ ભૂલો મોતને આમંત્રણ આપી શકે છે

Geyser Safety Tips: ગુજરાતમાં ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઠંડીનું જોર વધતાની સાથે જ લોકો ગરમ પાણીથી ન્હાવા લાગ્યા છે. એક સમય એવો હતો, જ્યારે લોકો પાણીને સ્પ્રિંગ આકારના સળિયા વાળા હીટર થકી ગરમ કરતા હતા. જો કે હવે અનેક ઘરોમાં ઈલેક્ટ્રિક અને ગેસ ગીઝરથી પાણી ગરમ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ સાથે જ કેટલીક તકેદારી રાખવી જરૂરી થઈ જાય છે.

ગીઝરમાં બ્લાસ્ટ થવાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. કેટલાક બનાવોમાં તો આખું ઘર બળીને આગમાં ખાક થઈ ગયું હોય, તો કેટલાક બનાવોમાં વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો હોવાના બનાવો બની ચૂક્યા છે. એવામાં આજે અમે તમને ગીઝરને લઈને કેટલીક સેફ્ટી ટિપ્સ વિશે જણાવીશું, જેને ફૉલો નહીં કરો તો તમારું ગીઝર ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે.

  • ગીઝરનું ઈન્સ્ટોલેશન કોઈ પ્રોફેશનલ દ્વારા જ કરાવવાનું રાખો.
  • જો ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં હોવ, તો લીકેજનું ખાસ ધ્યાન રાખો. આ માટે રેગ્યુલર લીકેજને ચેક કરાવતા રહેવું જોઈએ.
  • ગેસ ગીઝર ઈન્સ્ટોલ કરાવતી વખતે તમે વેન્ટિલેશન અને એર ફ્લૉનું ખાસ ધ્યાન રાખો, કારણ કે ગેસ માટે ઑક્સિજનની જરૂર પડે છે.
  • ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે કાયમ વૉટર ટેમ્પ્રેચર એડજસ્ટ કરીને રાખો. વધારે ટેમ્પ્રેચર થવાના કારણે ગીઝર ફાટવાના ચાન્સ વધી જાય છે.
  • ઈલેક્ટ્રિક ગીઝર હોય તો ઘણી વખત આપણે તેને ઑન કર્યા બાદ ઑફ કરવાનું ભૂલી જતાં હોઈએ છીએ. જેના કારણે પણ તેના બ્લાસ્ટ થવાનો ખતરો વધી જાય છે.
  • જો તમારા ગીઝરમાં કોઈ નાની-મોટી ખામી હોય, તો તેને નજરઅંદાજ ના કરશો, કારણ કે તે પણ બ્લાસ્ટનું કારણ બની શકે છે.
  • સમયાંતરે ગીઝરની સર્વિસિંગ અને મેઈન્ટેનેન્સ કરાવતા રહેવું જોઈએ નહીંતર તેના ફાટવાની શક્યતા વધી શકે છે.
  • ગીઝરમાં ક્યાંય પણ પાણી લીક થઈ રહ્યું હોય તો ચેક કરો. જો આ લીક થયેલું પાણી વાયરિંગના સંપર્કમાં આવે, તો કરંટ લાગવાનો ખતરો રહે છે. જેના કારણે જીવ પણ જઈ શકે છે.
  • જો તમારું ગીઝર જૂનું થઈ ગયું હોય, તો તેના ફાટવાની સંભાવના વધી જાય છે. આથી ગીઝરનો કોઈ પાર્ટ ખરાબ થઈ ગયો હોય તો કરંટ લાગવાની તેમજ ફાટવાની શક્યતા વધી શકે છે.