Castor Oil Benefits For Lips: હોઠને સ્વસ્થ અને ગુલાબી રાખવા માંગો છો, આ ટીપ્સ ટ્રાય કરો

જો તમે તમારા હોઠને સ્વસ્થ અને કુદરતી રીતે ગુલાબી રાખવા માંગો છો તો દિવેલના તેલનો મસાજ કરી શકો છો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 09 Sep 2024 05:30 PM (IST)Updated: Mon 09 Sep 2024 05:31 PM (IST)
castor-oil-benefits-for-lips-how-to-use-in-gujarati-394019

Castor Oil Benefits For Lips In Gujarati: ત્વચા અમે વાળ માટે દિવેલના તેલનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. પરંતુ દિવેલના તેલને તમે હોઠ પર પણ લગાવી શકો છો, જેનાથી તમારા હોઠ નરમ અને ગુલાબી રહેશે. દિવેલના તેલમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણો હાજર હોય છે. તેમાં ઓમેગા 6 અને 9 જેવી હેલ્ધી ફેટ્સ હોય છે.

હોઠ પર દિવેલ લગાવવાના ફાયદા

  • હોઠની આસપાસની ડેડ સ્કીન સાફ થાય છે
  • હોઠની શુષ્કતા દૂર થાય છે
  • કાળા ચપટા હોઠોની સમસ્યા દૂર થાય છે
  • ફાટેલા હોઠથી છૂટકારો મળે છે
  • હોઠ કુદરતી મોઈશ્ચરાઈઝર રહે છે
  • હોઠ કુદરતી રીતે ગુલાબી થવા લાગે છે

હોઠને સ્વસ્થ રાખવા માટે તમે દિવેલના તેલનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે 1 અથવા 2 ટીપા હોઠ પર લગાવીને કેટલાક મિનિટો સુધી મસાજ કરી શકો છો. ઘરેથી નીકળતાં પહેલા અને રાત સુતા પહેલા આ ચોક્કસ કરવું જોઈએ. આ ઉપરાંત તમે દીવેલના તેલથી બનેલ લિપ બામનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા ઘરે પણ બનાવી શકો છો.