How To Clean Gas Burner: ઘરમાં રસોડું સૌથી વધુ મહત્વ ધરાવે છે. આખો દિવસ અહીં ભોજનની વ્યવસ્થા થાય છે. આવી સ્થિતિમાં રસોડાને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. રસોડું ખરાબ/ગંદુ હોવાથી ભોજન પણ બગડી શકે છે અને તેના કારણે બીમારી ફેલાઈ શકે છે. જેના રસોડું હંમેશા સ્વચ્છ રાખો. રસોડામાં ગેસ સ્ટવ પર વારંવાર ફૂડ પડવાથી કાળું પડી જાય છે. ત્યારે આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે થોડી જ મિનિટોમાં ગેસના સ્ટવને સાફ કરી શકો છો
બેકિંગ સોડા અને ડીશવોશર સાબુ
કાળા પડી ગયેલા સ્ટવને ડીશ વોશિંગ સાબુ અથવા લિક્વિડ સોપની મદદથી સાફ કરો. આનાથી સ્ટવ પર પડેલા તેલના ડાઘ દૂર થશે અને ગેસ ફરીથી ચમકવા લાગશે.
બેકિંગ સોડા અને મીઠું
બેકિંગ સોડા અને મીઠાના સોલ્યુશનની મદદથી બર્નરને સાફ કરો. તેને બર્નર પર ઘસીને તેને થોડીવાર માટે છોડી દો. થોડી વાર પછી તેને પાણીથી સાફ કરી લો.
ગરમ પાણી
ગરમ પાણીથી ગ્રીસ અને ડાઘ ગાયબ થઈ જાય છે. ગેસ સ્ટવને સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો.
