Epilepsy symptoms:તાણ કે ખેંચની સ્થિતિમાં બેભાન થવાની ચિંતાજનક સ્થિતિને નજર અંદાજ કરશો નહીં, BP સહિતના આ લક્ષણોને ધ્યાનમાં લો

Epilepsy Symptoms:તાણ એટલે કે ખેંચની સ્થિતિ સામાન્ય રીતે શરીરમાં અનેક સમસ્યાને લઈ આપતા સંકેતો છે. તેને લીધે આંખોમાં અંધારા આવે છે અને શરીર ખેંચાવા લાગે છે, બેભાન થઈ જવાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 10:05 AM (IST)Updated: Sun, 22 Nov 2026 10:05 AM (IST)
do-not-ignore-the-concerning-situation-of-losing-consciousness-during-times-of-stress-or-strain

Epilepsy Symptoms:તાણ એટલે કે ખેંચની સ્થિતિ સામાન્ય રીતે શરીરમાં અનેક સમસ્યાને લઈ આપતા સંકેતો છે. તેને લીધે આંખોમાં અંધારા આવે છે અને શરીર ખેંચાવા લાગે છે, બેભાન થઈ જવાય છે. આ સંજોગોમાં બેહોશી કે બ્લડ પ્રેશરની સ્થિતિ પણ મુશ્કેલ સ્થિતિએ પહોંચી જતું હોય છે. તે ઓચિંતા આવી પડતી મુશીબત હોય છે અને વ્યક્તિ માટે મુશ્કેલ પરિસ્થિતિનું સર્જન કરી શકે છે. કોઈ પણ વ્યક્તિએ તાણ કે ખેંચની સ્થિતિને હળવાશથી લેવી જોઈએ નહીં.

આપણે આજે સૌથી પહેલા તાણ કે ખેંચના કેવા લક્ષણો રહેલા હોય છે તે અંગે માહિતી મેળવી શકીશું. આ માટે બે ખાસ બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર રહે છે.

અસામાન્ય ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી

ખેંચ કે તાણના સંજોગોમાં અસામાન્ય ઈલેક્ટ્રિકલ એક્ટિવિટીની સ્થિતિ જોવા મળે છે અને મગજ કેટલાક-કેટલાક સમયાંતરે કામ કરવાનું બંધ કરી દે છે. આ સંજોગોમાં દર્દી બેભાન થઈ જાય છે, ઝાટકો અનુભવે અને માંસપેશીઓમાં અકડામણ થાય છે. અસાધારણ સેન્સર તથા કન્ફ્યુશન જેવી સ્થિતિના લક્ષણો જોવા મળે છે.

નબળાઈને નજરઅંદાજ કરી શકાય નહીં

આ ઉપરાંત સતત બેભાનની સ્થિતિ, શ્વાસ લેવામાં ભારે તકલીફ અને કોઈ પણ પ્રકારના કારણથી હાર્ટ સંબંધિત તકલીફ પડી શકે છે, તેના લક્ષણ સામાન્ય નબળાઈને નજરઅંદાજ કરી શકાય નહીં. કોઈ પણ બીમારી બાદ સારવાર કરવી ખૂબ જરૂરી છે. તેના લક્ષણોની તાત્કાલિક ઓળખ કરવી અને તેને અટકાવવા માટે યોગ્ય સારવાર કરીને બચાવ માટે કામ કરવું જોઈએ.

ઓચિંતા જ પડી જવાની સ્થિતિ

આ સાથે બ્લડ પ્રેશરની સ્થિતિની તપાસ કરાવવી, ECG, EEG, બ્રેન ઈમેજીંગ અને બ્લડ ટેસ્ટ વગેરે મારફતે ઓચિંતા જ પડી જવાની સ્થિતિમાં આ બાબત જાણી શકાય છે. આ દરમિયાન ડોક્ટર દર્દીના મેડિકલ ઈતિહાસથી આ અંગે તપાસ થઈ શકે છે.