Diwali 2025 Quotes in Gujarati: ભારતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાતા સૌથી મોટા તહેવાર દિવાળી (Diwali 2025) ની તૈયારીઓ ચરમસીમા પર છે. ગુજરાતી કેલેન્ડર મુજબ, આસો વદ અમાસના શુભ દિવસે આ દીપોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો આ પવિત્ર પર્વ ઓક્ટોબર 20ના રોજ આવી રહ્યો છે.
પ્રકાશ અને ખુશીનો તહેવાર દિવાળી માત્ર આપણા ઘરોને જ નહીં, પરંતુ આપણા દિલોને પણ એક કરે છે. દિવાળી 2025નો આ અવસર પોતાની સાથે નવી આશાઓ, મજબૂત સંબંધો અને અપાર ખુશીઓ લઈને આવે છે.
આ ખાસ પ્રસંગે, તમારા પ્રિયજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ મોકલવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અમે અહીં પ્રેરણાદાયી અને સુંદર દિવાળી 2025 ની શુભેચ્છાઓનો લાવ્યા છીએ, જેથી તમે પ્રકાશ, સંબંધો અને ખુશીનો સંદેશ તમારા નજીકના લોકો સુધી પહોંચાડી શકો.
આ પણ વાંચો
દિવાળી 2025 ની શુભકામનાઓ ગુજરાતીમાં | Diwali 2025 Quotes in Gujarati
આ દિવાળી તમારા જીવનમાં નવી શરૂઆત લાવે,
દીવાનો પ્રકાશ તમારા મનની નકારાત્મકતા દૂર કરે,
સફળતા અને સમૃદ્ધિનો રસ્તો ખુલ્લો થાય,
દિવાળીની શુભેચ્છાઓ!
અંધકાર પર પ્રકાશનો વિજય મનાવીએ,
દુઃખને ભૂલી ખુશીની રોશની ફેલાવીએ.
હેપ્પી દિવાળી!
દિવાળીના આ પવિત્ર પર્વ પર, તમારા જીવનમાંથી બધા અંધકાર દૂર થાય,
આનંદ, ઉમંગ અને ઉત્સાહથી તમારું જીવન ભરાઈ જાય.
દરેક ક્ષણ હાસ્ય અને મીઠાઈઓની સુગંધથી મહેકતી રહે.
તમારી દિવાળી ખૂબ જ મંગલમય રહે!
આ દિવાળી આપના જીવનમાં પ્રકાશ અને પ્રેમ લાવે,
દરેક દિવસ ઉજવણી સમો થાય.
દિવાળીની શુભકામનાઓ!
દિવાળીના દીવા તમારા જીવનને રોશનીથી ભરી દે,
તમારા હૃદયમાં ખુશીઓનો ઝરણો વહે,
પ્રેમ અને શાંતિનો સંદેશ દરેક જગ્યાએ ફેલાય,
દિવાળીની હાર્દિક શુભકામનાઓ!
ફટાકડાની જેમ આપનું જીવન રંગીન બને,
પ્રેમ અને આનંદના રંગોથી ભરાઈ જાય.
હેપ્પી દિવાળી 2025!
સંબંધોની દોરી વધુ મજબૂત બને,
જીવનમાં ખુશીઓના ફટાકડા ફૂટે.
ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ વરસે.
તમારી દરેક મનોકામના પૂર્ણ થાય.
Happy Diwali 2025
લક્ષ્મીજીના ચરણો આપના ઘરમાં સ્થાયી થાય,
અને આનંદનો દીવો ક્યારેય બુઝાય નહીં.
શુભ દિવાળી!
આ દિવાળી તમારા ઘરમાં સુખ-શાંતિ લાવે,
દીવાનો ઉજાસ તમારા જીવનને રંગીન બનાવે,
તમારા બધા સપના સાકાર થાય,
દિવાળીની શુભેચ્છાઓ!
આ દિવાળી તમારા માટે શુભ શરૂઆત લઈને આવે,
દરેક કાર્યમાં તમને અપાર સફળતા અપાવે.
ખુશીઓ અને પ્રગતિના નવા દ્વાર ખુલી જાય.
નૂતન વર્ષાભિનંદન અને દિવાળીની શુભેચ્છાઓ.