વડોદરામાં કાશ્મીરી કેસરનો વૈભવઃ પટેલ યુગલના પ્રયત્નથી પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળ ખેતી; જુઓ તસવીરો

વડોદરામાં જ કાશ્મીર જેવું નિયંત્રિત વાતાવરણ બનાવ્યું, જેમાં તાપમાન, ભેજ, પોષક તત્વો અને પ્રકાશ ચક્રને સુનિયંત્રિત કરીને કેસરના ફૂલોને સમૃદ્ધ રંગ અને સુગંધ સાથે ઉત્પાદન થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Dec 2025 04:35 PM (IST)Updated: Sat, 13 Dec 2025 04:35 PM (IST)
vadodara-news-patel-couple-successful-cultivation-of-premium-mogra-kashmiri-saffron
HIGHLIGHTS
  • એરોપોનિક્સ ટેક્નોલોજી દ્વારા નવી સિદ્ધી

Vadodara: વડોદરા શહેરના ઉદ્યોગસાહસિક યુગલ, વૈભવ અને આસ્થા પટેલે કાશ્મીરી કેસરની સફળ ખેતી કરીને ખેડૂતો અને બાગાયત પ્રેમીઓને પ્રેરણા આપી છે. પરંપરાગત રીતે ઠંડા અને વિશેષ વાતાવરણમાં ઉગાડવામાં આવતો કેસર, વડોદરામાં અદ્યતન એરોપોનિક્સ ટેકનીકનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ ગુણવત્તામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ યુગલે શહેરમાં કાશ્મીર જેવું નિયંત્રિત વાતાવરણ બનાવ્યું છે, જેમાં તાપમાન, ભેજ, પોષક તત્વો અને પ્રકાશ ચક્રને સુનિયંત્રિત કરીને કેસરના ફૂલોને સમૃદ્ધ રંગ અને સુગંધ સાથે ઉત્પાદન થાય છે. આ ટેકનિક વડોદરા જેવા ગરમ વિસ્તારોમાં પણ પ્રીમિયમ મોગરા કેસર ઉગાડવાની શક્યતા પૂરું પાડે છે.

વૈભવ પટેલે જણાવ્યું કે,અમે ત્રણ વર્ષ પહેલા 100 ચોરસ ફૂટ વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેસરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. સ્થાનિક નાગરિકોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો. જે બાદ અમે 200 ચોરસ ફૂટમાં વિસ્તાર કરીને ઉત્પાદન વધારવા માટે આગળ વધ્યા છીએ.

naidunia_image

આ વર્ષે વધુ ઉત્પાદનની અપેક્ષા રાખીએ છીએ. તેઓ ટકાઉ ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેથી કેસરના બીજ માટે કાશ્મીર પર નિર્ભરતા ઘટે અને ઉત્પાદન ચક્ર વર્ષમાં બે કે ત્રણ વખત થાય.

naidunia_image

આ પ્રોજેક્ટ વડોદરામાં આધુનિક બાગાયત માટે એક મહત્વપૂર્ણ દૃષ્ટાંત છે, જે દર્શાવે છે કે ટેકનોલોજી દ્વારા પરંપરાગત ખેતીમાં વધુ મૂલ્ય અને ગુણવત્તાવાળા પાક ઉત્પન્ન કરી શકાય છે. શહેરના યુવાનો માટે આ યુગલ પ્રેરણાસ્રોત બની છે, જે બતાવે છે કે નવીન ટેકનીકથી પરંપરાગત ખેતીને નફાકારક અને આધુનિક બનાવી શકાય છે.

naidunia_image

વૈભવ અને આસ્થા પટેલનો લક્ષ્ય, આગામી વર્ષોમાં ગુણવત્તાયુક્ત કેસરનું ઉત્પાદન વધારવું અને સ્થાનિક તેમજ નિકાસબજારમાં પ્રીમિયમ કેસર પહોંચાડવાનો છે. આ અભિયાન વડોદરામાં કૃષિ અને ટેકનોલોજીનો સફળ સંયોજન બની રહ્યું છે.

naidunia_image