Success Story Of Riya Dabi: UPSCની પરીક્ષા પાસ કરવી એટલી સરળ નથી. આ જ કારણ છે કે આ પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલા જ લોકોના મનમાં અનેક સવાલો આવે છે. કંઈક આવી જ હાલત હતી રિયા ડાબીની (IAS Riya Dabi). રિયા ડાબી સ્કૂલના સમયથી જ IAS બનવા માંગતા હતા. તેમને IAS બનવાની પ્રેરણા તેમના બહેન ટીના ડાબી પાસેથી મળી હતી. જોકે, તૈયારી શરૂ કરતા પહેલા તેમના મનમાં અનેક પ્રશ્નો હતા.
2020માં પાસ કરી UPSC
IAS રિયા ડાબીને પૂરો વિશ્વાસ હતો કે તેઓ UPSC પાસ કરી લેશે. પરંતુ તેમની સૌથી મોટી ચિંતા પોઝિશન ટોપર્સની લિસ્ટમાં સ્થાન મેળવવાને લઈને હતી. ઘણી બધી દુવિધાઓની વચ્ચે આખરે તેમણે UPSCની તૈયારી શરૂ કરી અને 2020માં 15મો રેન્ક મેળવી લીધો.
આ કોલેજમાંથી કર્યો અભ્યાસ
રિયા ડાબી દિલ્હીના રહેવાસી છે. તેમણે જીસસ એન્ડ મેરી સ્કૂલ દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે. ધોરણ 12 પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. તેઓને અભ્યાસ સિવાય પણ ઘણી વસ્તુઓ ગમતી હતી. તેઓ તેમના બાકીના સમયમાં પેઈન્ટ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તેમની રુચિ ઈન્ડિયન ફોક આર્ટમાં પણ છે. હાલ તેઓ રાજસ્થાન કેડરમાં ફરજ બજાવી રહ્યા છે.
દરરોજ 12-13 કલાક અભ્યાસ કરતા
તેઓ દરરોજ 12-13 કલાક અભ્યાસ કરતા હતા. તેમણે કહ્યું કે UPSCમાં વિષયની પસંદગી હંમેશા પોતાની પસંદગીના આધારે જ કરવી જોઈએ. તેઓએ એક કોન્સેન્ટ્ટ શેડ્યૂલ ફોલો કર્યું હતું અને રિવીઝન પર ઘણું ધ્યાન આપતા હતા. રિયા ડાબી તેમના IAS બહેન ટીના ડાબીથી ખૂબ પ્રેરિત હતા.
