જાગરણ સ્પેશિયલઃ હરિયાણાના મહિલા IPS સંગીતા કાલિયા (Sangeeta Kalia)ની કહાની ખૂબ જ રસપ્રદ છે. તેમના પિતા પોલીસ ખાતામાં કારપેન્ટર હતા. સંગીતા કાલિયાએ IPS બનવા માટે છ નોકરી છોડી. તેઓ જ્યારે એસપીના પદ્દ પર હતા ત્યારે તેમની બે વખત એક જ ભાજપના મંત્રી સાથે બોલાચાલી થઈ ગઈ હતી અને આ માટે તેમણે સજા પણ ભોગવી. સંગીતા કાલિયાનો જન્મ ભિવાની જિલ્લાના એક સાધારણ પરિવારમાં થયો હતો. કંઈક અલગ કરવાનું સપનું જોયું અને તેને સાકાર કર્યું.
પિતા પોલીસમાં હતા કાર્યરત
બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જે પોલીસ વિભાગમાં તેમના પિતા કારપેન્ટર હતા, એ જ વિભાગમાં એસપી તરીકે તેમની પહેલી પોસ્ટિંગ થઈ હતી. જણાવી દઈએ કે IPS સંગીતા કાલિયાના પિતા ધર્મપાલ ફતેહાબાદ પોલીસમાં કાર્યરત હતા અને 2010માં ત્યાંથી નિવૃત્ત થયા. સંગીતા કાલિયાએ પોતાનો અભ્યાસ ભિવાનીથી કર્યો હતો અને 2005માં પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી હતી. ત્રીજા પ્રયાસમાં 2009માં પરીક્ષા પાસ કરી.
હરિયાણામાં એસસીએચ છે પતિ
સંગીતા કાલિયાના જણાવ્યા અનુસાર, તેમને પોલીસમાં આવવાની પ્રેરણ ઉડાન સિરિયલ જોઈને અને તેમના પિતા પાસેથી મળી છે. તેમના પતિ વિવેક કાલિયા પણ હરિયાણામાં એચસીએચ છે. સંગીતા કાલિયા એ વ્યક્તિત્વ છે, જેઓ છ નોકરીની ઓફરને છોડીને પોલીસ વિભાગમાં આવ્યા.
2018માં અનિલ વિજ સાથે થયો હતો વિવાદ
સંગીતા કાલિયાનો વર્ષ 2018માં ભાજપના અનિલ વિજ સાથે વિવાદ થયો હતો. ત્યારે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. અનિલ વિજ ફતેહાબાદમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક લઈ રહ્યા હતા. દારૂના વેચાણને લગતી એક ફરિયાદ પર વિજે સંગીતા કાલિયા પાસેથી જવાબ માંગ્યો. ત્યારે સંગીતા કાલિયાએ જવાબ આપ્યો કે અમે દારૂની હેરાફેરી કરનારાઓ સામે એક વર્ષમાં અઢી હજાર કેસ નોંધ્યા છે. પોલીસ કોઈને ગોળી તો નથી મારી શકતી. આ જ વાત પર વિજ અને સંગીતા કાલિયા વચ્ચે દલીલબાજી થઈ હતી, જે બાદ મીટિંગ અધવચ્ચે જ અટકાવવી પડી હતી.
2009માં પાસ કરી હતી પરીક્ષા
સંગીતા કાલિયાએ વર્ષ 2005માં સિવિલ સર્વિસનું પેપર આપ્યું હતું, પરંતુ તેઓ સફળ થયા ન હતા. રેલવેમાં નોકરી મળી, પરંતુ તેઓ જોડાયા નહી. 2009 બેચમાં ત્રીજા પ્રયાસમાં IPSમાં સિલેક્ટ સંગીતા કાલિયા સાહિત્ય અને સંગીતમાં પણ રસ ધરાવે છે. દિવસમાં 15 કલાક કામ કરે છે. ફતેહાબાદમાં મહિલા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાવવાનો શ્રેય પણ SP સંગીતા કાલિયાને જ જાય છે. આ ઉપરાંત અનેક બ્લાઇન્ડ મર્ડર કેસ પણ તેમના નેતૃત્વમાં ફતેહાબાદ પોલીસે ઉકેલ્યા છે.
મૂળ ભિવાનીના છે સંગીતા કાલિયા
IPS સંગીતા કાલિયા મૂળ ભિવાની જિલ્લાના રહેવાસી છે. ફતેહાબાદ પછી તેમની બદલી રેવાડીમાં કરવામાં આવી હતી. તે પછી થોડા સમય સુધી ભિવાની અને પાણીપતમાં રહ્યા. હવે તેઓ રેલ્વેમાં SP તરીકે કાર્યરત છે.