IAS Success Story: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી ખૂબ જ મુશ્કેલ છે. તેમજ તેમાં પણ IASનો રેન્ક મેળવવા માટે ટોપ રેન્ક મેળવવો પડે છે, જેનાથી IAS પોસ્ટ સુધી પહોંચવાની સંભાવના વધે છે. જોકે, આ બહુ જ ઓછા વિદ્યાર્થીઓ કરી શકે છે. આ જ કારણ છે કે જે વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી લે છે, પરંતુ IASની પોસ્ટ ન મળવાને કારણે તેઓ IAS પોસ્ટ મેળવવા માટે વારંવાર પરીક્ષા આપતા રહે છે. આજે અમે તમને શિવાની ગોયલની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે યોગ્ય રણનીતિ દ્વારા તેમના વિષયોમાં પકડ બનાવીને IAS બનીને સફળતાને હાંસલ કરી. તેઓ તેમના પ્રથમ પ્રયાસમાં ફેલ થયા હતા, પરંતુ તેમણે બીજા પ્રયાસમાં જ 15મો રેન્ક મેળવ્યો હતો.
કોલેજમાં અભ્યાસ દરમિયાન કરી તૈયારી
દિલ્હીના રહેવાસી શિવાની ગોયલે શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેમણે ગ્રેજ્યુએશન દરમિયાન જ UPSCની તૈયારી શરૂ કરી દીધી હતી.
પરીક્ષા આપવા માટે જોવી પડી રાહ
તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે UPSCની પરીક્ષા આપવા માટે એક વર્ષ રાહ જોવી પડી હતી કારણ કે તે સમયે તેમની ઉંમર પરીક્ષાના નિયમો અનુસાર ઓછી હતી. પરંતુ તેમણે સમયનો સદુપયોગ કર્યો અને તૈયારીમાં સુધારો કર્યો. જેના કારણે બીજા જ પ્રયાસમાં જ તેમણે સફળતા મેળવી લીધી.
તૈયારી કરતા ઉમેદવારોને આપી સલાહ
શિવાની ગોયલનું માનવું છે કે UPSCમાં નીતિશાસ્ત્ર (એથિક્સ) અને નિબંધમાં ઓછી મહેનત કરીને વધુ માર્ક્સ મેળવી શકાય છે. તેઓ કહે છે કે ઉમેદવારોએ પાછલા વર્ષના પેપર જોવા જોઈએ, જેથી તેઓ જાણી શકે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષામાં તમારા નિબંધ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સારી રીતે તૈયાર કરો અને તેને તથ્યોની સાથે લખો. તેનાથી તમે સારા માર્ક્સ મેળવી શકો છો.
…ત્યારબાદ તૈયાર કરી શકશો શેડ્યૂલઃ શિવાની
શિવાની ગોયલનું કહેવું છે કે, UPSC પરીક્ષામાં સફળતા મેળવવા માટે ઉમેદવારે સિલેબસ અનુસાર સ્ટડી મટિરિયલની પસંદગી કરવી પડશે. ત્યારબાદ તમે વધુ સારું શેડ્યૂલ તૈયાર કરી શકશો. તેઓ એ પણ કહે છે કે જો તમે યોગ્ય દિશામાં તૈયારી કરો છો તો તમને તેનું પરિણામ પણ ઉત્તમ મળશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
