Success Story: કેવી રીતે ઉભી કરી હોન્ડા કંપની? જુઓ શું છે કંપનીના ફાઉન્ડર સોઈચિરો હોન્ડાની કહાની

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Jan 2024 03:00 AM (IST)Updated: Tue, 16 Jan 2024 03:00 AM (IST)
honda-motors-founder-soichiro-honda-success-story

હોન્ડા મોટર્સ (Honda Motors) આજે વિશ્વની જાણીતી ઓટોમોબાઈલ કંપની છે. કાર અને બાઈક્સ બનાવવાની સાથે જ તે ઘણા પ્રકારના એન્જિન પણ બનાવે છે. મોટરસાઈકલ બનાવવા અને વેચાણમાં આ વિશ્વની નંબર 1 કંપની છે. આ મલ્ટીનેશનલ કંપનીનો પાયો નાખ્યો હતો જાપાનના સાઈચિરો હોન્ડા (Soichiro Honda)એ. હોન્ડા મોટર્સ કંપની આજે જે સ્થળ મુકામ પર છે, તેને અહીં સુધી પહોંચાડવા માટે સાઈચિરો હોન્ડાને ઘણી મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. એક ગરીબ લુહારના ઘરમાં જન્મેલા સાઈચિરો હોન્ડાએ કંઈક મોટું કરવાનું પોતાનું સપનું પૂરું સાકાર કરવા માટે ગેરેજમાં સાફ-સફાઈ પણ કરી. વિશ્વયુદ્ધમાં ફેક્ટરી નાશ પામ્યા પછી અને તેમની પ્રથમ પ્રોડક્ટ ફેલ ગયા પછી પણ હાર ન માની અને હોન્ડા મોટર્સને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડી.

ભણવાનું છોડી પિતાની મદદ શરૂ કરી
સાઈચિરો હોન્ડાનો જન્મ 1906માં જાપાનના એક નાનાકડા ગામ શિઝુઓકામાં થયો હતો. સોઈચિરો હોન્ડાના પિતા ગીહેઇ હોન્ડા એક ગરીબ લુહાર હતા. તેઓ સાયકલ રિપેરિંગનું કામ પણ કરતા હતા. સાઈચિરો હોન્ડાને ભણવામાં રસ નહોતો. આ જ કારણ હતું કે તેમણે 16 વર્ષની ઉંમરે જ અભ્યાસ છોડી દીધો અને પિતાને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું.

16 વર્ષની ઉંમરે છોડ્યું ઘર
એક દિવસ સાઈચિરો હોન્ડાએ અખબારમાં 'આર્ટશોકાઈ' કાર કંપનીમાં મિકેનિકની નોકરી માટેની જાહેરાત જોઈ. તેમણે આ માટે અરજી કરી દીધી. કંપની દ્વારા તેમને બોલાવવામાં આવ્યા અને તેઓ ટોક્યો પહોંચી ગયા. પરંતુ, કંપનીના માલિકે જ્યારે તેમને જોયા ત્યારે તેમણે તેમને મિકેનિક તરીકે નોકરી આપવાનો ઈનકાર કરી દીધો. તેમણે સાઈચિરો હોન્ડાને ગેરેજની સાફ-સફાઈની નોકરીની ઓફર કરી. સાઈચિરો હોન્ડાએ ત્યાં કામ શરૂ કરી દીધું. શોકાઈ કંપની ખરેખર બહારથી આયાત કરાયેલી કારને રિપેરિંગ કરીને વેચાણ કરતી હતી. સાફ-સફાઈ કરવાની સાથે જ તેઓ ત્યાં કામ કરતા મિકેનિકોની મદદ કરતા અને કામ શીખતા.

કંપનીના માલિકે સોંપી મોટી જવાબદારી
જાપાનમાં ભૂકંપ આવવાના કારણે કંપનીના ઘણા બધા મિકેનિક્સ તેમના ઘરે ચાલ્યા ગયા હતા. તેનાથી તેમને મિકેનિકનું કામ કરવાની તક મળી ગઈ. તેમની લગનને જોઈને કંપનીના માલિકે તેમને કંપનીના બીજા ગેરેજની જવાબદારી સોંપી દીધી. ત્યાં રેસિંગ કારોનું રિપેરિગ કામ કરવામાં આવતું હતું. સાઈચિરો હોન્ડાએ ત્યાં કંપનીના માલિકની સાથે મળીને રેસિંગ કાર ડિઝાઇન કરી. પહેલી રેસિંગ કાર બહુ ખાસ નહોતી. પરંતુ, બીજીએ કમાલ કરી બતાવ્યો અને 1924માં યોજાયેલી જાપાનીઝ મોટર કાર રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ પછી તેઓ ઘણા વર્ષો સુધી આર્ટ શોકાઈ કંપનીમાં કામ કરતા રહ્યા.

મિત્ર સાથે મળીને બનાવી કંપની
વર્ષ 1936માં રેસિંગ સ્પર્ધા દરમિયાન એક દુર્ઘટનામાં સાઈચિરો હોન્ડા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેઓ ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા. સાજા થયા પછી તેઓએ આર્ટ શોકાઈ કંપનીના માલિકને પિસ્ટન રિંગ્સ બનાવવા માટે એક અલગ કંપની બનાવવાનું સૂચન કર્યું. જોકે, માલિકે તેમની વાતમાં દમ ન લગ્યો. આ પછી સાઈચિરો હોન્ડાએ આર્ટ શોકાઈમાં નોકરીની સાથે જ પોતાના એક મિત્રની સાથે પિસ્ટન રિંગ્સ બનાવવા માટે એક કંપની પણ બનાવી લીધી.

1939માં છોડી દીધી નોકરી
1939માં સાઈચિરો હોન્ડાએ આર્ટ શોકાઈ છોડી દીધી. જે બાદ તેઓએ ઘણી કંપનીઓનો પિસ્ટન રિંગ્સ વેચવા માટે સંપર્ક કર્યો. ટોયોટાથી તેમને ઓર્ડર પણ મળી ગયો. પરંતુ, તેમની પ્રોડક્ટ ટોયોટાની ક્વોલિટી ટેસ્ટ પાસ ન કરી શકી અને રિજેક્ટ થઈ ગઈ. આ ખૂબ નિરાશાજનક વાત હતી. પરંતુ તેઓએ હિંમત હારી નહીં અને એક વધુ સારી પિસ્ટન રિંગ બનાવી, જેને ટોયોટાએ સ્વીકાર કરી લીધી.

વિશ્વ યુદ્ધમાં બધું તબાહ થઈ ગયું
સાઈચિરો હોન્ડાએ હોમામાત્સુ શહેરમાં પિસ્ટન રિંગ બનાવવાની કંપની ખોલી હતી. આ એક ઓટોમેટેડ પ્લાન્ટ હતો. તેમાં 2,000 કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન હવાઈ હુમલામાં તેમની ફેક્ટરી સંપૂર્ણપણે નાશ પામી હતી. આ પછી આવેલા ભૂકંપના કારણે તેમનું બીજું યુનિટ પણ ધરાશાયી થયું હતું. તેઓએ તેમની ફેક્ટરીના બાકીના મશીનો ટોયોટા કંપનીને 45000 યેનમાં વેચી દીધા. 1946માં આ જ પૈસાથી તેમણે હોન્ડા ટેકનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી.

સાયકલ પર લગાવેલા એન્જિને કર્યું કમાલ
જાપાન વિશ્વયુદ્ધને કારણે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. ત્યાં પરિવહન માટે સાયકલનો ઉપયોગ થતો હતો. સોઈચિરો હોન્ડાએ જનરેટરના એન્જિનને સાયકલ પર ફીટ કરી દીધું. આ જુગાડ લોકોને ખૂબ પસંદ આવ્યો. જેમ-જેમ માંગ વધી, હોન્ડાએ ટુ-સ્ટ્રોક એન્જિન બનાવ્યું. 1949માં તેમણે પોતાની કંપનીનું નામ હોન્ડા મોટર્સ રાખી લીધું.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.