US Debt And Gold Demand:અમેરિકા પર 40 ટ્રિલિયન ડોલરનો વિક્રમજનક દેવાનો બોજ; શું રોકાણકારો 'Gold'તરફ વળી રહ્યાં છે

અમેરિકા પર સતત દેવાનો પહાડ ઝડપભેર ખડકાઈ રહ્યો છે. આ સ્થિતિ ફક્ત અમેરિકા માટે જ નહીં પણ સમગ્ર વિશ્વના અર્થતંત્રને મોટી ચિંતામાં મુકી દીધુ છે. કારણ તેને લીધે વૈશ્વિક સ્તરે મહામંદીનો ડર સતાવી રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 04 Oct 2026 05:33 PM (IST)Updated: Sun, 04 Oct 2026 05:33 PM (IST)
demand-for-gold-from-investors-will-rise-as-america-debt-reaches-record-level-of-40-trillion-dollar

US Debt And Gold Demand:અમેરિકા પર સતત દેવાનો પહાડ ઝડપભેર ખડકાઈ રહ્યો છે. આ સ્થિતિ ફક્ત અમેરિકા માટે જ નહીં પણ સમગ્ર વિશ્વના અર્થતંત્રને મોટી ચિંતામાં મુકી દીધુ છે. કારણ તેને લીધે વૈશ્વિક સ્તરે મહામંદીનો ડર સતાવી રહ્યો છે. આ સંજોગોમાં સુરક્ષિત રોકાણ તરીકે હંમેશા રોકાણકારોમાં આકર્ષણનું કેન્દ્ર રહેલ સોનું(Gold) ફરી એક વખત તેની ચમક મેળવી શકે છે. કારણ કે UD દેવા સંકટના સંજોગોમાં રોકાણકારો અન્ય ઈન્વેસ્ટમેન્ટ એસેટને છોડી કે તેના બદલામાં સોનામાં પોતાનું સુરક્ષિત રોકાણ કરવા તરફ વળી શકે છે.

અમેરિકાનું રેકોર્ડ 40 ટ્રિલિયન ડોલરનું દેવું (US Debt Crisis)

અમેરિકાનું કુલ જાહેર દેવું ઝડપથી વધીને 40 ટ્રિલિયન ડોલર એટલે કે આશરે 40 લાખ કરોડ ડૉલરના સ્તરે પહોંચી ગયું છે.અમેરિકાનું દેવું તેની સ્થાનિક GDP (Gross Domestic Product)ની તુલનામાં અસાધારણ રીતે વધી ગયું છે, જે વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે મોટી ચિંતાનો વિષય છે.આ દેવા પર અમેરિકન સરકારને દર વર્ષે અબજો ડૉલરનું વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે, જેના કારણે US સરકારના બજેટ અને નાણાકીય ખર્ચ પર ભારે દબાણ ઊભું થયું છે.

US ટ્રેઝરી યીલ્ડ અને ફુગાવાની અસર (Bond Yields & Inflation)

યીલ્ડમાં વધારો થયો: US ગવર્નમેન્ટ બોન્ડ્સ (US Treasury Yields) પર મળતું વળતર એટલે કે વ્યાજ વધી રહ્યું છે. જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે ત્યારે વૈશ્વિક સ્તરે શેરબજારમાંથી ફંડ નીકળીને US ડેટ માર્કેટ તરફ જવાનો ભય રહે છે.આ સંજોગોમાં અમેરિકામાં મોંઘવારીના દરને અંકુશમાં રાખવા માટે US ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજદરમાં કરવામાં આવતા ફેરફારો અને તેની અસરો અંગે ચર્ચા કરાઈ છે.

રોકાણકારો માટે સોનું (Gold) સેફ હેવન(Safe Haven)

શેરબજાર અને ડૉલરમાં અનિશ્ચિતતા ઊભી થતાં સંસ્થાકીય અને છૂટક રોકાણકારો પોતાના પોર્ટફોલિયોને સુરક્ષિત રાખવા સોના (Gold) તરફ વળ્યા છે.વિશ્વની વિવિધ સેન્ટ્રલ બેંકો પણ પોતાના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારી રહી છે, જે સોનાના ભાવને લાંબા ગાળે મજબૂતી આપે છે.

ભારતીય શેરબજાર (Sensex & Nifty) પર અસર

US બોન્ડ યીલ્ડ મજબૂત થવાથી અને ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાને લીધે વિદેશી રોકાણકારો (FIIs) ભારતીય બજારમાંથી પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે. વૈશ્વિક સંકેતો નબળા હોવાને કારણે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો અને વોલેટિલિટી (અસ્થિરતા) જોવા મળી રહી છે.