US Debt Crisis:અમેરિકામાં પરિવારોની અર્થિક સ્થિતિ અંગે એક મોટી ચિંતા સામે આવી છે. અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વના નવા અહેવાલ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં પરિવારો માટે પોતાની લોન કે દેવાના હપ્તા સમયસર ચુકવવાને લઈ મુશ્કેલ બની રહ્યા છે. વાર્ષિક 2025ના અંત ભાગ સુધીમાં આશરે 20 ટકા પરિવાર તેમના દેવાની ચુકવણી કરવામાં નિયત સમય કરતાં પાછળ રહ્યા હતા. આ આંકડો વર્ષ 2010 બાદ સૌથી વધારે રહ્યો હતો.
ફેડરલ રિઝર્વના આ અહેવાલમાં પરિવારોની આવક, દેવા અને સંપત્તિની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે જ્યાં શ્રીમંત પરિવારની સંપત્તિમાં વધારો થયો છે ત્યારે બીજીબાજુ દેવાની ચુકવણી કરવામાં પાછળ રહી જનારા પરિવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.
વર્ષ 2022માં 12 ટકા હતા, હવે આશરે 20 ટકા પરિવાર સુધી પહોંચ્યો આંકડો
ફેડરલ રિઝર્વના અહેવાલ પ્રમાણે વર્ષ 2022માં આશરે 12 ટકા પરિવાર તેમના દેવાની ચુકવણી કરવામાં પાછળ રહી ગયા હતા. વર્ષ 2025ના અંતિમ ભાગમાં આ આંકડો વધીને 20 ટકા થઈ ગયો છે. એટલે કે ત્રણ વર્ષમાં જ એવા પરિવારોની હિસ્સેદારી આશરે 67 ટકા વધી છે. અહેવાલમાં એ બાબત અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ પ્રકારના પરિવારોની સંખ્યા ખૂબ જ વધારો થઈ રહ્યો છે. બે મહિના અથવા વધારે સમય સુધી લોનના હપ્તા નહીં ચુકવી શકનારા પરિવારોની સંખ્યા વર્ષ 2022માં 5 ટકા હતી, જે વધીને 8 ટકા વધારે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે અગાઉની તુલનામાં વધારે પરિવાર તેમના લોનની ચુકવણી સમયસર નહીં કરનાર લોકોની સંખ્યા વધી છે.
વર્ષ 2010 બાદ સૌથી ખરાબ પરિસ્થિતિ
ફેડરલ રિઝર્વના અહેવાલ પ્રમાણે પરિવારોની લોનની ચુકવણી સંબંધિત સ્થિતિ વર્ષ 2010 બાદ સૌથી ખરાબ લેવલ પર પહોંચી છે. વર્ષ 2010માં અમેરિકા વૈશ્વિક આર્થિક સંકટમાંથી બહાર નિકળ્યું. આ સંકટ ડિસેમ્બર 2007થી જૂન 2009 સુધી ચુલ્યું હતું. તે દરમિયાન ઘર ખરીદ સાથે સંકળાયેલ લોનની સ્થિતિ ખરાબ સ્થિતિ રહી છે. તેની અસર અમેરિકા અને દુનિયાની અનેક નાણાકીય સંસ્થા પર થઈ હતી. તે સમયે અમેરિકામાં બેરોજગારીનો દર એક સમયે 10 ટકા પહોંચી ગયો ગહતો. નવા અહેવાલમાં સામે આવેલ આંકડાકીય માહિતીની સ્થિતિ ફરી એક વખત નબળી થઈ છે.
