Gadi Eizenkot: ઇઝરાયલની રાજનીતિમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ટક્કર આપનાર ગાદી આઇઝનકોટ હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. હાલમાં ઈઝરાયલની ચૂંટણીમાં કોઈ પણ એક પક્ષને બહુમતી મળી નથી. જેથી હવે સરકાર બનાવવા ગઠબંધનની જરુર પડશે. એવામાં ગાદી આઇઝનકોટની ભૂમિકા મહત્વની બની જાય છે. એવામાં બધા લોકો જાણવા માગે છે કે આખરે ગાદી આઇઝનકોટ છે કોણ?
ગાદી આઇઝનકોટને અભ્યાસનો ખુબ શોખ છે
તમને જણાવી દઈએ કે, જ્યારથી ઈઝરાયલના રાષ્ટ્રપતિ દ્વારા સરકાર બનાવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું ત્યારથી ગાદી આઇઝનકોટની ચર્ચા બધે થવા લાગી છે. તેઓ સ્વભાવે ગંભીર અને સિદ્ધાંતના પાકા છે. તેઓને અભ્યાસનો ખુબ શોખ છે અને ધાર્મિક કર્મકાંડમાં તેમને જરાય રુચી નથી. આઇઝનકોટને ઉદારવાદી નેતા માનવામાં આવે છે. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને તેઓ ખુબ આક્રમક છે. તેઓ હમાસનો ખાત્મો કરવાના પક્ષમાં છે. જોકે તેઓ પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવાના પક્ષધર નથી. તેમનો સેન્ય રણનીતિ એક લાંબો અનુભવ છે. તેમની પસંદગીની બુક માસ્ટર ઓફ ધ ગેમ છે.
સેના સાથે છે ઉંડો સંબંધ
આઇઝનકોટ સાથે ઉંડો સંબંધ ધરાવે છે. તેઓ 2011 મા સેના પ્રમુખનું પદ નકારી ચુક્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2011 માં આઇઝનકોટ પોતાના પરિવાર સાથે ભોજન કરી રહ્યા હતા ત્યારે તેમને એક કોલ આવે છે અન કહેવમાં આવે છે કે તમારે તાત્કાલિક પીએમ નેતન્યાહુ મળવાનું છે. ત્યારે બાદ તેઓ પીએમને મળવા તેમના ઘરે જાય છે ત્યારે નેતન્યાહુ તેમને સેના પ્રમુખ બનાવવાની ઓફર કરે છે પરંતુ તેઓ વિનમ્રતાથી તેમને નકારી દેશે છે. તેઓ તર્ક આપે છે આ પદ માટે મારા સિનિયરો હાજર છે. જોકે, બાદમાં તેમની વાત માની લેવામાં આવે છે અને અન્ય સિનિયર અધિકારીને સેનાની કમાન આપવામાં આવે છે.
2015 થી 2019 સુધી સંભાળી સેનાની કમાન
તમને જણાવી દઈએ કે, તેઓ 2011 મા ભલે સેનાની કમાન ન સંભાળી પરંતુ ત્યાર બાદ 2015 થી લઈને 2019 સુધી સેનાના પ્રમુખ રહ્યા હતા. 66 વર્ષીય આઈઝનકોટ IDF ના પ્રમુખ રહી ચુક્યા છે. સેનામાં પોતાની આક્રમક છબી માટે જાણીતા આઈઝનકોટ રાજનીતિમાં પોતાની શાંત અને વ્યવહારુ કુશળતા માટે જાણીતા છે. તેઓ દેશમાં વધતા રાજકીય વિભાજનને ઘટાડવાના સમર્થનમાં છે.
પુત્રએ ગાજામાં ગુમાવ્યો જીવ
ગાદી આઇઝનકોટ જ્યારે 1 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ઈલાત શહેરમાં રહેવા માટે આવી ગયા હતા. તેમના પિતા ખાણમાં કામ કરતા હતા. ગાદી આઇઝનકોટ તેમના પિતાની બીજી પત્નીના સંતાન છે અને તેમની સંપત્તિ 19 કરોડ રુપિયા હોવાની વાત સામે આવી છે. ગાદી આઇઝનકોટના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની અને પાંચ બાળકો છે. 2023 માં તેમના એક પુત્રએ ગાજામાં થયેલા બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો હતો.
ફિલ્મી છે આઇઝનકોટની લવ સ્ટોરી
આઇઝનકોટની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે હાના નામની છોકરીના પ્રેમમાં પડ્યા હતા. ત્યાર તેમને સેનામાં જવાનું થયું અને બન્ને છૂટા પડી ગયા. જોકે, બનવા સંજોગે હાના પણ સેનામાં ભરતી થઈ અને બન્નેની ફરી મુલાકાત થઈ. ત્યારે બાદ બન્ને વચ્ચે ફરી પ્રેમ પાંગર્યો અને આખરે 1982 મા બન્નેએ લગ્ન કરી લીધા.
