US Blackout Rumor:અમેરિકામાં 90 દિવસના બ્લેકઆઉટની અફવા ફેલાતા લોકો પાણીની બોટલ, ખાદ્ય સામગ્રી, ચોખા, ગેસ-ઈંધણ સહિતની ઘર-વખરીની સામગ્રી એકત્રિત કરવા માટે પડાપડી કરવા લાગ્યા છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમગ્ર દેશમાં આગામી 90 દિવસ સુધી વીજળી તથા જરૂરી સેવાઓ સપૂર્ણપણે બંધ થઈ શકે છે. હકીકતમાં આ દાવો બિલકુલ ખોટો અને ગેરમાર્ગે દોરનાર હતો.
લોકોમાં એવો તે દહેશતનો માહોલ સર્જાયો કે તેઓ મોટી સંખ્યામાં વોલમાર્ટ સહિતના સ્ટોર્સ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા લાગ્યા હતા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા લાગ્યા છે.વોમાર્ટની માહિતી પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં પ્રોપેન, પાણીની બોટલ અને કેમ્પિંગ સંબંધિત સામગ્રીની ખરીદી કરી હતી.તેને લીધે મોટા પ્રમાણમાં ખરીદી થવા લાગી હતી.
સંરક્ષણ વિભાગની માહિતી અયોગ્ય રીતે રજૂ કરી અફવા ફેલાવાઈ
લોકોના ડર પાછળ કોઈ ચોક્કસ કારણ કે ઘટના જવાબદાર નથી પણ સપ્ટેમ્બરના અંત ભાગમાં અમેરિકાના સંરક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક આદેશ જવાબદાર હતો. સૈન્ય તૈયારી સંબંધિત તે દિશા-નિર્દેશ સોશિયલ મીડિયા પર અલગ રીતે વાયરલ થયા કે 90 દિવસ માટે બ્લેક આઉટની ચેતવણી તરીકે રજૂ થયા. ત્યારબાદ ટિકટોક પર આ અંગેના ગેરમાર્ગે દોરતા વીડિયો વાયરલ થવા લાગ્યા. તેમાં કહેવામાં આવ્યું હતું કે 17 નવેમ્બરથી સમ્ર અમેરિકામાં વીજળી સપ્લાઈ ઠપ્પ થવા જઈ રહ્યો છે. આ ગેરમાર્ગે દોરતા વીડિયોને લીધે લોકોમાં દહેશત સર્જાઈ.
અમેરિકામાં ઈમર્જન્સી અંગે મોક ડ્રીલ
બીજીબાજુ અમેરિકાની ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી ફેમાએ 17 નવેમ્બરના રોજ દેશવ્યાપી ઈમર્જન્સીને લગતા એલર્ટ સિસ્ટમને પરીક્ષણની યોજના ગણાવી હતી. એટલે કે તેને મોક ડ્રીલ ગણાવી છે.તે સામાન્ય રીતે દરેક ત્રીજા વર્ષે ઓછામાં ઓછા એક વખત કરવામાં આવે છે. અને તે નિયમિત અભ્યાસ હતો. જોકે સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને કોઈ મોટા સંકટના સંકેત સાથે જોડી દીધી.
